મુંબઈ માં 6 કલાકમાં 11.8 ઈંચ વરસાદ
મુંબઈમાં ગઈકાલે રાતથી શરુ થયેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. માત્ર છ કલાકમાં 11.8 ઈંચ વરસાદ વરસ્યો છે. શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રસ્તાઓ પર નદીઓ વહેતી થતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયાના દ્રશ્યો સામે આવ્યા છે.આગામી 24 કલાકમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.