મુંબઇ માં વરસાદની જોરદાર બેટિંગ, પાણી જ પાણી
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે મુંબઈમાં વરસાદની જોરદાર બેટિંગ જોવા. મુંબઈના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી. જેમાં ખાસ કરીને થાણે અને ડોમ્બિવલીમાં વરસાદ વરસ્યો. થાણેમાં 1 કલાકમાં 50 મીમી અને ડોમ્બિવલી માત્ર 15 મિનિટમાં 25 મી.મી વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને કલ્યાણ, ઉલ્હાસનગર, બદલાપુરમાં સૌથી વધારે વરસાદ વરસી શકે છે.