ભુજ : તાલુકાના માધાપરમાં પરિણીતાએ આપઘાત કર્યો હતો. માધાપરના નવાવાસમાં મીઠુભાઈ હરેશભાઈ કોલીની ર૦ વર્ષિય પુત્રી રમીલા બે માસથી રિસામણે માવતરે આવી હતી. જેણે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. પોતાના પિતાના ઘેર લાકડાની આડીમાં દુપટ્ટા વળે ગળે ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. બનાવને પગલે ભુજ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.