માંડવ પ્રો.કે. ટી શાહ રોડ પર ધાર્મિક કોમ્પલેક્ષ ની એક દુકાન માં આગ

માંડવી : શહેરના પ્રો.કે.ટી.શાહ રોડ ઉપર આવેલ ધાર્મિક કોપ્લેક્ષમાં હર્ષદ ગઢવીની દુકાનમાં બપોરે બે વાગ્યાની આસપાસ આગની ઘટના બની હતી. બનાવ અંગેની જાણ માંડવી નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલ ઠક્કરને જાણ થતા તેમણે તત્કાળ માંડવી નગરપાલિકાના ફાયર વિભાગના ભુપ્રેન્દ્ર સલાટને જાણ કરતા બે ફાયર બ્રિગેડ ઘટના સ્થેળે પહોંચી ગયા હતા. અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા.

બપોરે દુકાનદારે પોતાની દુકાનમાં એ.સી.માં રીપેરીંગ કામ કરતો હતો ત્યારે અચાનક સોર્ટસર્કીટ થતાં તે ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ. ગોઝારી ઘટનાને પગલે આજુબાજુના વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. અને તમામ માલ ભસ્મીભૂત થઇ ગયો હતો. 

 આગના બનાવને કારણે ભુપેન્દ્ર સલાટે જી.ઈ.બી.ના નાયબ ઈજનેર તૃપ્તિબેન મકવાણાને જાણ કરતા ત્વરિત વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. વીજ પુરવઠાની ટીમને ઘટના સ્થળે મોકલી હતી. બપોરનો સમય હોઈ બજારમાં ટ્રાફિક જામ ન થાય તે માટે માંડવી પોલીસ સ્ટેશનના લીલાભાઈ રબારી, દિલીપભાઈ ડામોર, મનુજી ઠાકોર, વશરામભાઈ પટેલ, મયુરધ્વજસિંહ ઝાલા, મેહુલ જોષી, અનુપભાઈ કાપડી,ભાવિકભાઈ કોઠારી, કિરણભાઈ ચૌધરી,રામભાઈ નાંધણ,પ્રેમજીભાઈ મારવાડા બંદોબસ્ત માટે તૈનાત રહ્યા હતા.

 ઘટના સ્થળે સત્તાપક્ષના નેતા લાંતિક શાહ,કાઉન્સીલર પારસ સંઘવી,પૂર્વ નગરપતિ નરેન્દ્ર પીઠડીયા,પૂર્વ ઉપનગરપતિ નરેન સોની મદદરૂપ બનેલ હતી. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ નગરસેવિકા પાસેથી આગના બનાવની જાણકારી મેળવેલ હતી.

 ફાયર વિભાગના ભુપેન્દ્ર સલાટ,ભીમજી ફુફલ,અરવિંદ ડાભી,હસન ચાકી,કનૈયા ગઢવી,કમલેશ કોલી,પાર્થ શાહ,ભરત ડાંગેરા,વિનીત ગોર,જયેશ ભેદા વગેરે આગ પર કાબુ મેળવવા સહયોગી રહ્યા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *