માંડવી પોલીસ સ્ટેશને નવરાત્રી અને દશેરા અનુસંધાને સમાજના આગેવાનો મીટીંગ યોજાઇ
આજરોજ માંડવી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી શિમ્પી સાહેબની અધ્યક્ષતામાં માંડવી શહેર મધ્ય આગામી તહેવાર નવરાત્રી અને દશેરા અનુસંધાને સમાજના આગેવાનો તથા નવરાત્રી ગરબી મંડળ ના આયોજકો તથા પદયાત્રી સેવા કેમ્પ ના આયોજકો સાથે મીટીંગ યોજાયેલ હતી જેમાં આ તહેવાર હર્ષો ઉલ્લાસ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે નવરાત્રી ગરબી મંડળ ના આયોજકો તથા હિન્દુ સમાજના આગેવાનોને કલેક્ટર કચ્છ ભુજના દ્વારા નવરાત્રી તેહવાર અનુસંધાને બહાર પાડવામાં આવેલ નવરાત્રી જાહેરનામુ ,માતાના મઢ પદયાત્રી સેવા કેમ્પ જાહેરનામુ તથા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓદ્વારા આપવામાં આવેલ નવરાત્રી તેહવાર અનુસંધાને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવેલ અને નવરાત્રી ગરબી મંડળ ના આયોજકો તથા સેવા કેમ્પના આયોજકોને મહોત્સવના સ્થળે મહિલાઓ માટે 181 હેલ્પલાઇન ડેસ્ક તેમજ પ્રચાર પ્રસારનું સાહિત્ય રાખવા માટે સમજ કરેલ.
નવરાત્રી ગરબી મંડળ ના આયોજકો અને સમાજના આગેવાનો દ્વારા તે માટે પૂરેપૂરું સાથ સહકાર આપવા માં આવશે તેવું જણાવેલ હતું આ કાર્યક્રમમાં દરેક નવરાત્રી ગરબી મંડળના આયોજકો તથા હિન્દુ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થાપન પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઈ દેસાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ ગઢવી નાઓ દ્વારા કરવામાં આવેલ હતી.