માંડવી ની સરકારી પ્રાથમિક શાળા જૈનનૂતન પ્રાથમિક શાળા નં.૩માં મંગળવારે શિક્ષકદિન ઉત્સાહભેર ઉજવાયો
ધોરણ ૧ થી ૮ માં ધોરણ ૫ થી ૮ માં અભ્યાસ કરતા ૧૭ કુમાર અને ૧૭ કન્યાઓએ શૈક્ષણિક કાર્ય કર્યું.
ધોરણ ૮માં અભ્યાસ કરતા પઠાણ આદિલ કુમાર રફીકે આચાર્યની જવાબદારી અદા કરી.
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈનનુતન પ્રાથમિક શાળા નં.૩માં આજે તા. ૦૫/૦૯ ને મંગળવારના રોજ શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી, શાળાની એસ.એમ.સી.ના શિક્ષણવિદ તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ તેમજ શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળામાં ધોરણ 5 થી 8 માં અભ્યાસ કરતા 17 કુમાર અને 17 કન્યા મળી કુલ ૩૪ વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી 8 માં શૈક્ષણિક ફરજ ઉત્સાહભેર બજાવી હતી.
શાળાના આચાર્ય તરીકે શાળામાં ધોરણ ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પઠાણ આદિલકુમાર રફીકે સંતોષકારક રીતે ફરજ બજાવી હતી.
શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી તથા સ્ટાફના શિક્ષકો મનુભા જાડેજા, શ્રીમતી પિનાકીનીબેન ઠક્કર અને શ્રીમતી ભાવિનીબેન વાસાણીએ આજે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડેલું હોવાનું શાળાની એસ.એમ.સી.ના શિક્ષણવિદ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.