માંડવી નગરપાલિકાને માળખાકીય વિકાસના કામો માટે છ કરોડની ફાળવણી કરાઈ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માંડવી નગરપાલિકાના અધ્યક્ષ હરેશભાઈ વિઝોડા ને શહેરી વિસ્તારના આંતર માળખાકીય માટે પ્રથમ તબ્બકા માટે રૂ.૩.૦૦ કરોડનો ચેક અર્પણ કરેલ

માંડવી : સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સને ૨૦૨૪-૨૫માં ત્રીજા તબ્બકા (યુ.ડી.પી.- ૭૮/૭૭/૯૧) માટે કુલ્લ રૂ.૮૬૩૩.૬૫ કરોડની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના બજેટમાં જોગવાઈ થયેલ છે.

જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ હસ્તકની કામગીરી સારું કુલ રૂ.૭૬૪૫.૪૧ કરોડની ગ્રાન્ટ અંગેનો ઠરાવ કરવામાં આવેલ છે.જેમાં નગરપાલિકાઓ માટે આંતર માળખાકીય વિકાસના કામો માટે કુલ રૂ.૭૬૪.૦૦ કરોડની જોગવાઈ થયેલ છે. જેમાં માંડવી નગરપાલિકાને રૂ.૬.૦૦ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે.

મહાત્મા મંદિર ગાંધીનગર મધ્યે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યની નગરપાલિકાઓ માટે પ્રથમ તબ્બકા ચેક વિતરણ કરેલ.જે સંદર્ભે માંડવીનગરપાલિકાને રૂ.૩.૦૦ કરોડની ફાળવણી કરવામાં આવેલ.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે માંડવી નગરપાલિકાના અધ્યક્ષ હરેશભાઈ વિઝોડા ને શહેરી વિસ્તારના આંતર માળખાકીય માટે પ્રથમ તબ્બકા માટે રૂ.૩.૦૦ કરોડનો ચેક અર્પણ કરેલ હતો.

માંડવી નગરપાલિકાને આંતર માળખાકીય વિકાસના કામો માટે રૂ.૬.૦૦ કરોડની ફાળવણી કરવામાં આવતા માંડવીના ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઈ દવેએ હર્ષની લાગણી વ્યક્ત કરી આગામી સમયમાં શહેરને સારા વિકાસના ફળો મળશે. સાથે સાથે માંડવીનગરપાલિકાની વર્તમાન ટીમને અભિનદન પાઠવ્યા હતા.

આ પ્રસગે ટાઉનપ્લાનિંગ સમિતિના ચેરમેન વિજય ગઢવી, નગરસેવક વિજય ચોહાણ, ઇન્ચાર્જ મુખ્યઅધિકારી ભાવિન કાંધાણી, ઇન્ચાર્જ હેડક્લાર્ક ચેતન જોષી, મ્યુ.ઈજનેર હરપાલ ગઢવી, એકાઉટન્ટ પ્રવિણ સુથાર ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *