માંડવી તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજના ઉપક્રમે માંડવી પેટા તિજોરીમાં વિદાય અને આવકાર સમારોહ યોજાયો

માંડવી તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજના ઉપક્રમે માંડવી પેટા તિજોરીમાં વિદાય અને આવકાર સમારોહ યોજાયો.

માંડવી પેટા તિજોરી અધિકારી દિવ્યાબેન ઠક્કરની ભુજ જિલ્લા પંચાયતની હિસાબી શાખામાં બદલી થતાં તેમને વિદાય આપવા અને તેમના સ્થાને ભુજની લોકલ ફંડ કચેરી માંથી નાસીરભાઈ જમાદારની માંડવી પેટા તિજોરી અધિકારી તરીકે બદલી તથા તેમને આવકારવા માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના ઉપક્રમે, વિદાય અને આવકાર સમારોહ યોજાયો હતો.

માંડવી પેટા તિજોરી કચેરીમાં ગોધરા સરકારી હાઈસ્કૂલના આચાર્ય વિજેશભાઈ પટેલ ના પ્રમુખ સ્થાને અને માંડવી પેટા તિજોરીના પૂર્વ તિજોરી અધિકારી કાશ્મિરાબેન રૂપારેલ ના અતિથિ વિશેષ સ્થાને યોજાયેલા વિદાય અને આવકાર કાર્યક્રમમાં ભુજ લોકલ ફંડ કચેરીના સિનિયર ઓડિટર વાલજીભાઈ ભાનુશાલી, સબ ઓડિટર રાજેશભાઈ પંડ્યા અને બીજા સબ ઓડિટર રમેશભાઈ રબારી, માંડવી ન્યાયકોર્ટના સુપ્રીટેન્ડન્ટ મનોજભાઈ મોગા, તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશ હિતેશભાઈ જોશી અને હિસાબી શાખાના રમેશભાઈ પિત્રોડા, હેડ કોન્સ્ટેબલ મનહરભાઈ, સિવિલ હોસ્પિટલના અશોકભાઈ ચૌધરી અને અલીમામદ સુમરા ઉપસ્થિત રહ્યા હતા.

માંડવી પેટા તિજોરીમાંથી બદલી પામેલા દિવ્યાબેન ઠક્કર અને તેમના સ્થાને ભુજથી માંડવી આવેલા નાસીરભાઈ જમાદારને પુષ્પગુચ્છ અર્પણ કરી ને આયોજક સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહ અને મંત્રી દિલીપભાઈ જૈને સન્માન કરેલ હતું. પૂર્વ તિજોરી અધિકારી કાશ્મિરાબેન રૂપારેલ, ગોધરા હાઇસ્કુલના આચાર્ય વિજેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના હિતેશભાઈ જોશી અને રમેશભાઈ પિત્રોડા તેમજ સિવિલ હોસ્પિટલના અશોકભાઈ ચૌધરી એ પણ બંને અધિકારી શ્રી દિવ્યાબેન ઠક્કર તેમજ નાસીરભાઈ જમાદાર નું સન્માન કરેલ હતું. વાલજીભાઈ ભાનુશાલી (ભુજ લોકલ ફંડ) કાશ્મિરાબેન રૂપારેલ અને સમારોહ પ્રમુખ વિજેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરેલ હતું.

આયોજક સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહે, બદલી પામેલા દિવ્યાબેન ઠક્કરની સેવાની સરાહના કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંડવી તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે મંત્રી દિલીપભાઈ જૈને આભાર દર્શન કરેલ હતું.
માંડવી પેટા તિજોરી કચેરીના રમેશભાઈ જોગીએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. બદલી પામેલા દિવ્યાબેન ઠક્કરે તમામ ઉપસ્થિતોને “આનંદ – આત્માનું ધન” અને “સ્મિત આનંદ”નો ઓટોગ્રાફ પુસ્તક ભેટ સ્વરૂપે આપેલ હતું. સન્માન સમારંભ ના આયોજન બદલ દિવ્યાબેન ઠક્કર અને નાસીરભાઈ જમાદારે માંડવી તાલુકાના પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહ અને મંત્રી દિલીપભાઈ જૈનનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *