માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીનું માંડવીમાં જાહેર સન્માન કરાયું.

MANDVI,

માંડવીના સેવાના ભેખધારી અને જીવદયા પ્રેમી માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીનું માંડવીમાં જાહેર સન્માન કરાયું.

માંડવીના સેવાના ભેખધારી અને જીવદયા પ્રેમી માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીનું માંડવીમાં જાહેર સન્માન કરાયું.

માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ દ્વારા માંડવીના સેવાના ભેખધારી અને જીવદયા પ્રેમી માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીનું માંડવીમાં જાહેર સન્માન કરાયું હતું.

માંડવીના આંબા બજાર (સોની બજાર)માં આવેલા ત્રણગચ્છ જૈન સંઘના ઉપાશ્રયમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ શાહ, માંડવીના ત્રણગચ્છ જૈન સંઘ અને માંડવીના અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ અને માંડવી સેવા મંડળ તથા માંડવી નાનીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ અશોકભાઈ શાહ ના હસ્તે મોતીની માળા પહેરાવી, શાલ ઓઢાડી, મોમેન્ટો એનાયત કરીને વાડીલાલભાઈ દોશીનું ભવ્યાતિભવ્ય સન્માન કરાયું હોવાનું માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના મંત્રી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

આ પ્રસંગે જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગના પ્રમુખ ગીતાબેન વોરા, મંત્રી ડો. પારૂલબેન ગોગરી અને ભારતીબેન સંઘવી, આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના પરેશભાઈ સંઘવી અને નગરપાલિકાના કાઉન્સિલર પારસભાઈ સંઘવી સહિત માંડવીના જૈન ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જીવદયાપ્રેમી વાડીલાલભાઈ દોશી માંડવી ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી છેલ્લા 12 વર્ષથી, દર વર્ષે 20 પાંજરાપોળો, 4 તીર્થસ્થાનો અને મહાજન વિહોણા 10 ગામોમાં 50 થી 60 લાખના માતબાર ખર્ચે મૂંગા પશુઓને લીલાચારા નું નિરણ કરે છે. અત્યાર સુધી સાડા છ કરોડ જેવી માતબાર રકમના લીલાચારાનું નિરણ દાતાશ્રીઓના સહકારથી કરેલ છે. આ ઉપરાંત વાડીલાલભાઈ દોશી અને તેમના ભાઈ તેમજ માંડવીના પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશી એ માંડવીના અચલગચ્છ જૈન સંઘે અને તેમને માત્ર માસિક 15 રૂપિયા ભાડે આપેલ મકાન, કોઈપણ જાતના પ્રલોભન વગર 5500(પાંચ હજાર પાંચસો)ડોનેશન આપીને માંડવીના અચલગચ્છ જૈન સંઘ ને પરત આપીને પ્રેરણાદાયી કાર્ય કરેલ છે. આ પ્રસંગે માંડવીના ગુર્જર સમાજ જાગૃતિ અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ શાહ તેમજ સંસ્થાના કાર્યકરો અજીતભાઈ પટવા, એડવોકેટ ઉદયભાઇ શાહ, લહેરીભાઈ શાહ, રાજીવભાઈ બી. શાહ અને કિર્તીભાઈ વસા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *