માંડવીમાં 18 વર્ષ પૂર્વે ભાડાં કરારથી મકાન ભાડે આપ્યાં બાદ આરોપીએ 18 વર્ષથી ભાડું ન આપી તેમજ છેલ્લા ત્રણ વર્ષથી મકાનના દરવાજાને તાળું મારી ગેરકાયદેસર કબજો કરી લેતાં લેન્ડગ્રેબિંગ તળે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે યશવંત હંસરાજ ટોપરાણી (રહે. મૂળ વહાણવટી માર્ગ, આથમણી મુવાડની ડેલી, માંડવી હાલે ગાંધીધામ) એ માંડવી પોલીસ મથકે આરોપી મીનાક્ષીબેન ગોવિંદજી ભાનુશાલી (રહે. મુંદરા) વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદીએ 18 વર્ષ પૂર્વે આરોપી મીનાક્ષબેનને ભાડાંકરારથી તેઓની માલિકીનું માંડવીની આથમળી મુવાડની ડેલીમાંનું એક રૂમ અને રસોડાવાળું મકાન ભાડાંકરારથી આપ્યા બાદ આજદિન સુધી ભાડું નથી આપ્યું અને છેલ્લા ત્રણ વર્ષથી સમગ્ર મકાનનો કબજો કરી દરવાજાને તાળું મારી મિલકત પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે. લેન્ડ ગ્રેબિંગ કાયદા તળે માંડવી પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.