માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ઉપક્રમે છ દિવસીય રાહત ભાવે ઓપરેશન વગર ઘૂંટણનો દુ:ખાવો મટાડવાનો મુંબઈના ડોક્ટરનો કેમ્પ સંપન્ન

માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ઉપક્રમે છ દિવસીય રાહત ભાવે ઓપરેશન વગર ઘૂંટણનો દુ:ખાવો મટાડવાનો મુંબઈના ડોક્ટરનો કેમ્પ સંપન્ન થયો. છ દિવસમાં કચ્છના સાત તાલુકાના 200 લોકોએ લાભ લીધો.

માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ કેમ્પના આયોજન બદલ સંસ્થાની સરાહના કરી. 

બંદરીય શહેર માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે, નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત, નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર માંડવી ના ઉપક્રમે, તાજેતરમાં તા. 25/09/2023 થી તા. 30/09/2023 સુધી છ દિવસીય રાહતભાવે ઓપરેશન વગર ઘૂંટણ અને શરીરના અન્ય અવયવોનો દુખાવો મટાડવાનો મુંબઈના ટી. એમ. સી. માસ્ટર ડો. રશ્મિન કેનિયાનો કેમ્પ સંપન્ન થયો હતો.

માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે એ આ કેમ્પની મુલાકાત લઈને કેમ્પના આયોજન બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા. અને પોતે પણ ડો. રશ્મિન કેનિયાની સારવાર કરાવી હતી અને સારવારથી ફાયદો થયાનું જણાવ્યું હતું. 

આ છ દિવસીય કેમ્પનો કચ્છ જિલ્લાના સાત તાલુકાના કુલ ૨૦૦ લોકોએ લાભ લીધો હોવાનું સંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ સંઘવી તથા સંસ્થાના ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. નરેડી (તા.અબડાસા)માં ચાર સાધ્વીજી ની પણ સારવાર કરી હતી. 

 મુંબઈના સુપ્રસિદ્ધ ટી.એમ.સી.માસ્ટર ડો. રશ્મીન કેનિયાએ જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી ઝડપી સાંધામાં રાહત આપનારી અમેરિકન આર્મી દ્વારા કરવામાં આવતી ટી. એમ. સી. પદ્ધતિથી સારવાર મેં કરેલ છે. આ સારવાર ગોળી, દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર કરેલ છે.

 અત્રે એ ઉલ્લેખનીય છે કે, જન કલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા તા. 09/07/2023 થી તા. 31/07/2023 સુધી 23 દિવસમાં ડો. રશ્મિન કેનિયા એ કચ્છના પાંચ તાલુકાના 15 ગામોના 968 લોકોની તેમજ કચ્છના 15 ગામોના 49 સાધુ – સાધ્વીજી તથા મહાસતી મહારાજ સાહેબોની નિ:શુલ્ક સારવાર કરી હતી. 

 આ કેમ્પ ને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા તથા પ્રવક્તા દિનેશભાઈ શાહ તથા ટ્રસ્ટી મંડળે જહેમત ઉઠાવી હતી. 

 કેમ્પમાં સંસ્થાના ડો. ભાવિન રાઠોડ, ડો. શ્યામ ત્રિવેદી, ડો. જયેશ મકવાણા, ડો. જીનલબેન આથા અને ડો. હેમાબેન રાઠોડ અને એડમીન હિતેશભાઈ ભટ્ટ અને હોસ્પિટલનો સ્ટાફ સહયોગી રહ્યો હતો. સંસ્થાના સલાહકાર અને નિવૃત્ત સનદી અધિકારી શ્રી વી. કે. સોલંકી પણ સહયોગી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *