માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને રૂપીયા ૭૫૦૦૦/- નું અનુદાન
મસ્કત ઓમાન ના જાણીતા દાનવીર અનિલભાઈ વાઢેર તરફથી માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને રૂપીયા ૭૫૦૦૦/- નું અનુદાન મળ્યું.
માંડવી માં 32 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી ઉપપ્રમુખ અને મસ્કત ગુજરાતી સમાજના ઉપપ્રમુખ તેમજ મહામંત્રી સેવાભાવી ડો. ચંદ્રકાન્તભાઈ ચોથાણી ની પ્રેરણા અને પ્રયત્નો થી મસ્કત-ઓમાન ના જાણીતા દાનવીર અનિલભાઈ વાઢેર તરફથી માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીની દિવ્યાંગો ની સેવાકીય પ્રવૃતિઓથી પ્રભાવિત થઇ ને માંડવી આ સંસ્થાને ૭૫૦૦૦/-નું અનુદાન આપેલ છે.
સંસ્થાના પ્રમુખ શાંતીલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ અને સહમંત્રી સુલતાનભાઈ મીરને ડો. ચંદ્રકાન્તભાઈ ચોથાણી ના ભાઈ અને સંસ્થાના ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ દાતા અનિલભાઈ વાઢેરે મોકલાવેલો રૂ ૭૫૦૦૦/- (પંચોતેર હજાર) અનુદાનનો ચેક અર્પણ કર્યો હતો. સંસ્થાના ટ્રસ્ટી મંડળે મસ્કત ઓમાનના દાતા અનિલભાઈ વાઢેર અને ૭૫૦૦૦/-નું અનુદાન અપાવનાર મસ્કત ગુજરાતી સમાજના ઉપપ્રમુખ અને મહામંત્રી ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી નો આભાર માન્યો હતો.