માંડવીના તબીબી દંપતિ તેમની પુત્રી સહિત પાંચના ઘટના સ્થળે કરુણ મોત થી માંડવી તેમજ સમગ્ર કચ્છ માં અરેરાટી ફેલાઈ , રાજસ્થાનના બિકાનેર એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત: ડૉક્ટર પરિવાર સહિત 5 લોકોને કાળ ભરખી ગયો , સમગ્ર કચ્છ માં અરેરાટી વ્યાપી જાય એવી ઘટના સામે આવેલ છે.
કચ્છ માંડવી ના તબીબ દંપતી સહિત પાંચ વ્યક્તિઓનું આજે રાજસ્થાનના નોખા ગામ નજીક માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયાની ઘટના સામે આવી છે. બનાવના પગલે સમગ્ર કચ્છ અને માંડવી માં અરેરાટી વ્યાપી છે.
માંડવીના તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પાસવાને જણાવ્યું કે મૃતકોમાં ગોધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં મેડિકલ ઑફિસર ડૉ. પ્રતીક ચાવડા, માંડવી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજરત તેમના પત્ની ડૉ. હેતલ ચાવડા, તેમની ૧૮ માસની બાળકી ન્યાસા ચાવડા, મેરાઉમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે કામ કરતાં પૂજા કષ્ટા અને તેમના પતિ કરણ કષ્ટાનો સમાવેશ થાય છે.