મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ-માર્ગદર્શન માટે ‘ગુજરાત પેવિલિયન’ 24 કલાક કાર્યરત, જાણો વિશેષતાઓ

મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ-માર્ગદર્શન માટે ‘ગુજરાત પેવિલિયન’ 24 કલાક કાર્યરત, જાણો વિશેષતાઓ

Mahakumbh 2025 : આ વર્ષ એટલે કે 2025નો મહાકુંભ અતિ મહત્વપૂર્ણ છે, કારણ કે હિન્દુ સંસ્કૃતિ મુજબ ચારેય મુખ્ય ગ્રહો- સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શનિ – સંરેખિત થશે, આ સંયોગ દર 144 વર્ષમાં એકવાર આવતો હોવાથી આ મહાકુંભ અતિ વિશિષ્ઠ ગણવામાં આવે છે. ભારત સહિત વિશ્વભરના ભક્તો મહાકુંભ 2025માં સહભાગી થઈ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને ધન્યતા અનુભવે છે. ત્યારે બુધવારે મહાકુંભમાં ભાગદોડ મચતાં 30 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હતા. ત્યારે મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુઓને માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વાર ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-180-5600 જાહેર કરાયો છે. 

Mahakumbh 2025 : ગુજરાતી તીર્થયાત્રીઓ માટે ‘ગુજરાત પેવિલિયન’ 

ગુજરાતમાંથી પણ લાખો ભાવિકો મહાકુંભ 2025માં સહભાગી થવા પ્રયાગરાજ જઈ રહ્યાં છે. ત્યારે તેમને તમામ સુવિધાઓ-સેવાઓ આપવા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે તા.13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી ‘ગુજરાત પેવિલિયન’ બનાવામાં આવ્યું છે. ગુજરાત પેવિલિયનનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના વારસાને ભારત સહિત વિશ્વભરના લોકોને પરિચિત કરાવી તીર્થયાત્રીઓને શક્ય તમામ પ્રકારની મદદ કરવાનું છે. આ ઉપરાંત ગુજરાત પ્રવાસન નિગમ દ્વાર ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-180-5600 જાહેર કરાયો છે. જે મહાકુંભ 2025ને લગતી તમામ માહિતીઓ ઉપરાંત પેવેલિયનની સેવાઓ વિશે જાણકારી મેળવી શકાશે.

ગુજરાત પેવિલિયનની મુખ્ય વિશેષતાઓ:-

• મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને માર્ગદર્શન, સહાય અને મહાકુંભને લગતી તમામ માહિતી 24 કલાક ચાલતા હેલ્પ ડેસ્ક પરથી મળી રહેશે 

• શ્રદ્ધાળુઓને કોઈપણ મુશ્કેલીમાં તરત સહાય આપવા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા 24 કલાક હેલ્પલાઇન નંબર 1800-180-5600 ઉપલબ્ધ રહેશે

• વિશ્વભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ ગુજરાતના સાંસ્કૃતિક, પ્રાકૃતિક તથા ઐતિહાસિક વારસાથી માહિતગાર થઈ શકે તે હેતુથી ગુજરાતના શ્રેષ્ઠ પર્યટક સ્થળોની ઝાંખી બનાવવામાં આવી છે. 

• મહાકુંભમાં આવતા ભક્તો અને પ્રવાસીઓ ગુજરાતના હસ્તકલા વારસાથી માહિતગાર થઈ શકે ઉપરાંત ખરીદી પણ કરી શકાય તે હેતુથી ગુજરાતના વૈવિધ્યસભર હસ્તકલાના 15 જેટલા સ્ટોલ બનાવાયા છે. 

• પેવેલિયનમાં ગુજરાતની ગ્રામીણ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા 10 સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં યાત્રિકો નજીવા દરે સ્વાદિષ્ઠ ગુજરાતી ભોજનનો આનંદ લઈ શકશે. આ પગલાંથી ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં મહિલાઓને સ્વાવલંબન અને સશક્તિકરણ મળશે.

• શ્રદ્ધાળુઓ માટે સ્વચ્છ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *