ભૂજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અને એ-ડિવિઝન પોલિસ સ્ટેશન ની સંયુક્ત કામગીરી દ્વારા માનસિક અસ્વસ્થ યુવતીનું તેના પરિવાર સાથે થયુ મિલન
ભૂજ હમીરસર તળાવ બાજુ રહેતાં હોવાનું જણાવ્યા બાદ અંજારમાંથી યુવતીના માતા-પિતા મળી આવ્યા
ગઈ તા:- ૦૨-૦૩-૨૦૨૪ ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી યુવતી ભૂજ સી.ટી ના ન્યું સ્ટેશન રોડ, રાતરાણી હોટલ પાસે બોપોરથી એકલી બેઠી છે. યુવતીના વર્તન પરથી તેવો માનસિક રીતે બિમાર હોય તેવું લાગે છે.તેથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની મદદ ની જરૂર છે.જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર પટેલ ખુશ્બૂ ,હેડ કોન્સ્ટેબલ પટેલ રેખાબેન તેમજ પાઇલોટ ધનજીભાઈ ઘટના સ્થળે અજાણી યુવતીની મદદ માટે પહોચ્યા ત્યારબાદ ૧૮૧ ટીમે યુવતીની સાથે શાંતચીત સ્વભાવે પૂછપરછ કરેલ તેમનું નામ, સરનામુ જાણવાના પ્રયત્ન કરેલા પરંતુ તેઓને તેમનુ નામ યાદના હતુ. તેમણે જણાવેલ કે હું ભૂજ હમીરસર તળાવ બાજુ રહું છું.પરતું યુવતી ને કોઈનું નામ કે મોબાઈલ નંબર કાંઈ જ યાદ ના હોવાથી.યુવતીને લઈ હમીરસર તળાવના આજુબાજુ નાં વિસ્તારમાં તપાસ કરવામાં આવેલ પરતું યુવતીને કોઈ ઓળખતું નો હતાં.યુવતીનાં પરિવારજન ની કોઈ પણ માહીતી નો મળેલ તેથી.યુવતીને હાલ આશ્રય અને લાંબાગાળાનાં કાઉન્સેલિંગ માટે સંસ્થામાં સોંપવાના હોવાથી સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવવા માટે એ-ડિવિઝન પોલિસ સ્ટેશન ખાતે ગયા. ફરજ પરનાં pso ને બનેલ ધટનાની તમામાં માહિતી આપેલ.પોલિસ સ્ટેશનમાંથી જણાવવા માં આવેલ કે આજ રોજ ભૂજ સી. ટી ના જી. કે. જનરલ હોસપિટલમાં દવા લેવાં માટે આવેલ માનસિક અસ્વસ્થ યુવતી ગુમ થયેલ છે. જે યુવતી હોસ્પિલમાંથી ગુમ થયો હતાં તેમના ફોટા અને ડોક્યુમેન્ટ જોયા.ત્યારબાદ યુવતીનાં માતા-પિતા ને ફોન કરી જાણ કરેલ કે તેમની દીકરી મળી ગયેલા છે. યુવતીની માતા તેમની રાહ જોઈ ને હોસ્પિલમાં જ બેઠા હતા તેવો તાત્કાલિક એ-ડિવિઝનપોલીસ સ્ટેશન પહોંચી આવ્યા. યુવતીના માતાને પૂછપરછ કરતા જાણવા મળેલ કે યુવતી જન્મ થી માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ઘરેથી અવાર-નવાર નીકળી જાય છે.તેથી જ્યારે પણ યુવતી ઘરે થી જતા રહે છે ત્યારે સ્થાનિક પોલીસને જાણ કરી છે તેમજ ઘર ની આજુબાજુ ના વિસ્તારમાં તેમની શોધ કરતા હતા.દર વખતે યુવતી મળી જાય છે.યુવતી તેમના માતા-પિતા સાથે અંજાર સી. ટી વિસ્તાર માં રહેતાં હતાં.યુવતીની માનસિક બીમારી ની સારવાર ઘણાં વર્ષથી ભૂજ જી. કે.જનરલ હોસ્પિટલ માં ચાલુ હોય જેથી આજ રોજ દવા લેવાં માટે યુવતી તેમની માતા સાથે આવ્યા હતા ત્યારે યુવતી તેમની માતા કહ્યા વગર તેઓની જાણ બહાર હોસ્પિટલ માંથી એકલાં જ નીકળી ગયેલ.યુવતીની માતા એ તેમને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલ.પરતું યુવતી મળેલ નહીં.યુવતીનાં પિતા અંજાર થી તેમની દીકરી અને પત્નીને લેવાં સારૂ ભૂજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલ.પુરી વાત સાંભળી યોગ્ય કાઉન્સેલીંગ કરેલ.૧૮૧ ની ટીમે યુવતીનું કાળજી પૂર્વક ધ્યાન રાખવા તેમના માતા-પિતા ને સમજણ આપી અને રોજ ટાઈમ પર દવા આપવાનું જણાવેલ.હવે પછી આમ યુવતીને એકલા જવાના દેવા જણાવેલ યુવતીને પણ પોતાનુ ધ્યાન રાખવા ને એકલા બહાર ન જવા જણાવેલ તેથી માતા -પિતાએ જણાવેલ કે તેવો હવે પછી યુવતીનું વધુ સાર સંભાળ રાખશે.યુવતીનાં માતા પિતા પાસેથી ચોક્ક્સ માહીતી મેળવવા માટે આધાર પુરાવા લેવામાં આવેલ ત્યારબાદ યુવતી નો કબજો તેમના માતા-પિતા સોંપેલ.
યુવતી ના પરિવાર દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ નો આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવી હતી..
આમ,૧૮૧ અભયમ ટીમ અને સ્થાનિક પોલીસકર્મીઓ ની સુજબૂજ થી યુવતી નું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું..