ભારત વર્લ્ડ ક્રિકેટનું લાડલુ છે, ટ્રોલ થયો પાકિસ્તાની ક્રિકેટર હાફીઝ

BCCI આ સમયે વિશ્વભરમાં કમાણી મામલે સૌથી અમીર બોર્ડ છે. સાથે જ ભારત એક વર્લ્ડ ક્લાસની ક્રિકેટ ટીમ છે. ક્રિકેટ જગતની દરેક એક ટીમ ભારત સામે રમવા માટે ઉત્સુક છે.

પાકિસ્તાની બોર્ડ અને ખેલાડીઓને ભારતીય બોર્ડની કમાણીથી તકલીફ થઇ રહી છે. આ કેટલીક વખત નિવેદનમાં સાંભળવામાં આવ્યુ છે. જ્યારે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હફીઝે કહ્યુ કે ભારત સારી ક્રિકેટ નહી પણ પૈસાને કારણે વર્લ્ડ ક્રિકેટનું લાડલુ છે. જેની પર યૂઝર્સે હાફીઝને ટ્રોલ કરવાનો શરૂ કર્યો છે.

હાફીઝ એક પાકિસ્તાની ચેનલ પીટીવી સાથે વાત કરી રહ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટરે કહ્યુ, હું વધુ નથી જાણતો પરંતુ એટલુ જરૂર જાણુ છુ કે અમારે ત્યા જે કમાઉ છોકરો હોય છે તે બધાનો પ્યારો અને લાડલો હોય છે, તેની ચુમ્મી લેવામાં આવે છે. ભારત ઘણી વધુ રેવન્યૂ બનાવે છે. આખી દુનિયામાં પછી કોઇ દ્વિપક્ષીય સીરિઝ જ કેમ ના હોય, ત્યા જો ભારતીય સ્પૉન્સરશિપ જાય તો તે પ્યારો છે. એવામાં મન મોટુ મુશ્કેલ છે.

એન્કરે પૂછ્યુ કે ભારત લાડલો કેમ છે? શું સારી ક્રિકેટ રમે છે એટલા માટે અથવા સારા પૈસા કમાવીને આપે છે એટલા માટે. આ સવાલના જવાબમાં હાફીઝે કહ્યુ, બીજી વાત. હાફીઝનું માનવુ હતુ કે સારી ક્રિકેટ રમવાથી નહી પણ વધુ પૈસા કમાવવાને કારણે ભારત વર્લ્ડ ક્રિકેટનો લાડલો છે. હાફીઝે ખુદ પણ સોશિયલ મીડિયા પર પોતાના આ વીડિયોને શેર કર્યો છે જેની પર યૂઝર્સે કોમેન્ટ કરતા જવાબ આપ્યો છે.

યૂઝર્સે હાફીઝને ટ્રોલ કર્યો હતો. એક યૂઝરે લખ્યુ, હાફીઝ ભાઇ સુધરી જાઓ. કેમ આ ઉંમરમાં ઝઘડો કરો છો. અન્ય યૂઝરે કહ્યુ, હાં, અમારૂ ભારત કમાય છે, તો તમારૂ શું જાય છે, તમે તમારૂ જોવો. તમારા દેશની ઇકોનોમી સારી કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *