ભારતમાં જીવલેણ ઝિકા વાયરસની એન્ટ્રી
ભારતમાં જીવલેણ ઝિકા વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. પુણેમાં ઝિકા વાયરસના બે કેસ નોંધાયા છે. આ રોગ મચ્છરો દ્વારા ફેલાય છે. એક 46 વર્ષીય માણસ અને તેની કિશોરવયની પુત્રીએ હળવા તાવ સહિત વાયરસના લક્ષણો દેખાયા હતા. હાલમાં તેની સારવાર શહેરની એક હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. ઝીકા તાવ, જેને ઝિકા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ એક રોગ છે જે તમને એડીસ એજીપ્ટી અને એડીસ આલ્બોપિકટસ મચ્છરથી થઈ શકે છે.