ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને માન આપી માંડવીના મેઘમંગલ અને માધવ નગર ત્રણમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ નગરપાલિકાના સહયોગથી યોજાયો
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ તાજેતરમાં “મન કી બાત” કાર્યક્રમમાં પહેલી ઓક્ટોબર ના રોજ એક સાથે સફાઈ અભિયાન નું સૂત્ર આપેલ હતું. માંડવી નગરપાલિકાના સહયોગથી મેઘમંગલ અને માધવનગર ૩ ના રહીશોએ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજેલ હતો. સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં માંડવીના લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના ધર્મપત્ની પલ્લવીબેન દવે પણ જોડાયા હતા.
માધવનગર -૩ના પ્રમુખ પ્રતાપભાઈ ચોથાણી, મંત્રી નરસિંહભાઈ ગઢવી, જયેશભાઈ ભેદા, લાખુભાઇ ગઢવી વગેરે તેમજ મેઘમંગલ માં રહેતા શ્રીમતી પલ્લવીબેન અનિરુદ્ધભાઈ દવે, મેઘમંગલ ના પ્રમુખ અશોકભાઈ ઠક્કર, મંત્રી મહેન્દ્રભાઈ ખારવા, ચંપકભાઈ મામતોરા અને દક્ષાબેન ઠક્કર વગેરે જોડાયા હતા. એન.સી.સી.ના સ્વયંસેવકો પણ સ્વચ્છતા અભિયાનમાં સહયોગી રહ્યા હોવાનું સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.