ભાનુશાલી મહાજન માંડવી દ્વારા 135મી ઓધવરામ જયંતિ સરસ્વતી સન્માન અને રામનવમીની ત્રિવેણી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ભાનુશાલી મહાજન માંડવી અને ભાનુશાલી યુવક મંડળ માંડવી ના સંયુક્ત ઉપક્રમે વિઠ્ઠલવાડી માંડવી મધ્ય એસી હોલમાં 135મી ઓધવરામ જયંતિ 28 માં સરસ્વતી સન્માન અને રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. હતી. સૌપ્રથમ દ્વારાના સંત શ્રી કરસનદાસ અને મહાજન અગ્રણી તથા દાતા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું.જ્ઞાતિની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત અને ઓધવરામ બાપા ની કૃતિ રજૂ કરવામાં આવી 28 માં સરસ્વતી સન્માનના મુખ્ય દાતા: હરિલાલ કોરજી દામા દ્વારા જ્ઞાતિના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ અને મેડલ આપવામાં આવ્યા.બાલ મંદિરના વિદ્યાર્થીઓને સ્વ: પરસોતમ મેઘજી નંદા પરિવાર ના રુક્ષ્મણી બેન દ્વારા પ્રોત્સાહક ઇનામો અપાયા. રોકડ પુરસ્કારના દાતા તરીકે સ્વઃ ખીમજી દામજી કટારમલ પરિવાર અને માસ્ટર ડિગ્રી ના પ્રોત્સાહક દાતા તરીકે ઈશ્વરલાલ માધવજી નંદાએ લાભ લીધો.સમાજના વિદ્યાર્થીઓને નોટબુક તથા પુસ્તકોના કાયમી દાતા સ્વ: ધનલક્ષ્મીબેન અશ્વિનકુમાર મંગેના સુપુત્ર સ્વ:ધવલકુમાર અને સુપુત્રી સ્વ:વિનિ બેનને પણ પાયાના પથ્થર તરીકે યાદ કરવામાં આવ્યા. ઓધવરામ બાપાની આરતીનું ચડાવવાનું લાભ બ્રહ્મપુરી ભાનુશાલી યુવા ગ્રુપએ લીધો. 

બહોળી સંખ્યામાં પધારેલ જ્ઞાતિજનો ઓધવ રાસ રમી અને મહાપ્રસાદ નો લાભ લીધો.

આ કાર્યક્રમને સફળ બનાવવા મહાજન પ્રમુખ જયેશભાઈ હુરબડા યુવક મંડળ પ્રમુખ મનોજભાઈ મંગે, મયુર નંદા, ઈશ્વર નંદા, નરેશ ગજરા, કિશન ગજરા, ગિરીશ ગજરા, વિજય કટારમલ, લાલજીભાઈ કટારમલ, વિજય મેંગર, જગદીશભાઈ ધીરાઉ,ઈશ્વર માવ, ધનજી મંગે, રાજેશ મીઠિયા,રાકેશ કટારમલ,માંડવી ભાનુશાલી બોર્ડિંગના વિદ્યાર્થીઓ મહિલા પ્રમુખ ભાવનાબેન નંદા, હંસાબેન કટારમલ, ગીતાબેન ગજરા, શિલ્પાબેન ગજરા, દીપાબેન મેંગર, સાવિત્રીબેન નંદા, ભાવિકાબેન મંગે,રીમાબેન હુરબડા, દક્ષાબેન કટારમલ,કલ્પનાબેન ગજરા,વર્ષાબેન કટારમલ,હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *