ભયાનક અકસ્માતમાં 4 યુટ્યુબર્સના મોત
યુપીના અમરોહામાં ગઇ કાલે રાત્રે કાર અને બોલેરો વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. જેમાં ચાર યુવકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. જેમના મોત થયા છે તે ચારેય યુવક યુટ્યુબર્સ હતા. તેઓ કોમેડી ચેનલો માટે વીડિયો બનાવતા હતા. ચારેય હસનપુરથી જન્મદિવસની પાર્ટી મનાવી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. બંને કાર પૂરપાટ ઝડપે આવતી હતી. ચારેય યુવાનો રાઉન્ડ ટુ વર્લ્ડ નામની ચેનલ ચલાવતા હતા.