ભગવાન શ્રી કૃષ્ણને તેમની વાંસળી ખૂબ વહાલી હતી, છતાં પણ તેમને વાંસળી કેમ તોડીને ફેંકી દીધી.
શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનું આઠમું સ્વરૂપ છે, તેમના જન્મ દિવસને જન્માષ્ટમીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીનો તહેવાર આખી દુનિયામાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને શ્રી કૃષ્ણનો વિચાર આવે એટલે શ્રી કૃષ્ણ વાંસળી સાથે ઉભા હોય તેવું ચિત્ર મનમાં આવે છે. કહેવામાં આવે છે કે કૃષ્ણને વાંસળી ખૂબ વહાલી હતી અને જયારે પણ શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા ત્યારે ગોપીઓ તેમની તરફ આકર્ષાતી, દરેક પશુ પક્ષીઓ પણ તેમની ધૂનમાં સંમોહિત થઈ જતા. પરંતુ એક સમય એવો પણ હતો કે શ્રી કૃષ્ણને તેમની સૌથી પ્રિય વાંસળીને તોડીને ફેંકી દીધી હતી. તો એવી કઈ બાબત હતી કે તેમને આ નિર્ણય લેવો પડ્યો.
રાધા અને કૃષ્ણનો પ્રેમ દુનિયાભરમાં પ્રખ્યાત છે. અત્યારે પણ શ્રી કૃષ્ણની પહેલા રાધાનું નામ લેવાય છે. રાધા અને કૃષ્ણના પ્રેમનાં લોકો ઉદાહરણ આપે છે. પછી ભલે શ્રી કૃષ્ણ અને રાધાએ લગ્ન કર્યા ન હોય પરંતુ તેમના મનમાં રાધા પ્રત્યે જે સ્થાન, પ્રેમ અને સન્માન હતું તે અન્ય કોઈ માટે ન હતું. અને આ ભાવ આજીવન રહ્યો હતો. કહેવામાં તો એમ પણ આવે છે કે શ્રી કૃષ્ણ માત્ર રાધા માટે વાંસળી વગાડતા હતા, રાધાને પણ વાંસળી સાંભળવાનું ખૂબ પસંદ હતું. જ્યારે પણ વાંસળીનો સુર રાધાના કાને પડતો ત્યારે કૃષ્ણને મળવા દોડી આવતી.
કૃષ્ણ રાધાને છોડીને મથુરા ગયા
ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા બંને એક બીજા સાથે રહેતા હતા. પરંતુ સમયે તો કંઈક અલગ વિચાર્યું હતું. એવો સમય પણ આવ્યો તે શ્રી કૃષ્ણએ તેમની જવાબદારી પૂરી કરવા વૃંદાવન છોડીને રાધાથી દુર મથુરા જવું પડ્યું હતું. જતા જતા રાધાએ શ્રી કૃષ્ણ પાસે એક વચન માગ્યું હતું કે જયારે તેમનો અંતિમ સમય આવશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમને એક વખત દર્શન જરૂર આપશે. કૃષ્ણએ પણ રાધાની આ વાતને સ્વીકારી હતી. તેઓ રાધાથી દુર તો ગયા હતા પરંતુ હંમેશા તેમની સાથે વાંસળી રાખતા હતા.
વાંસળી કેમ તોડી
વચન પ્રમાણે જયારે રાધાનો અંતિમ સમય આવ્યો ત્યારે તેમને શ્રી કૃષ્ણને મળવા ઇચ્છતા હતા. તે સમયે કૃષ્ણ દ્વારકા નગરી વસાવી હતી અને દ્વારકાધીશ બની ગયા હતા. તેમને તેમના વચનનું પાલન કર્યું અને રાધા રાણીને મળ્યા. જે આ દુનિયામાં રાધા સાથેની તેમની છેલ્લી મુલાકાત હતી. વચન અનુસાર તેમણે રાધારાણી સામે વાંસળી પણ વગાડી હતી. રાધાએ શ્રી કૃષ્ણની ખંભા પર માથું મુકીને વાંસળી સંભાળતા સંભાળતા પ્રાણ ત્યાગ્યા. આ દુઃખ શ્રી કૃષ્ણથી સહન ન થયું અને તેમેને વિરહમાં વાંસળી તોડીને ફેંકી દીધી. ત્યારથી શ્રી કૃષ્ણએ નિયમ કર્યો કે તે કોઈ દિવસ પણ વાંસળી વગાડશે નહિ અને તેમને ત્યારથી વાંસળી વગાડવાનું છોડી દીધું.