મુન્દ્રા તાલુકાના બેરાજા ગામે આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના ઉપક્રમે તમામ જ્ઞાતિના બાળકો માટે બાલ સંસ્કાર શિબિર યોજાઈ.
મુન્દ્રા તાલુકાના બેરાજા ગામે આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે તા. 09/06 ને રવિવારના રોજ બપોરના 3:30 થી 5:00 વાગ્યા દરમિયાન, મોટી પક્ષના સ્થાનકમાં તમામ જ્ઞાતિના બાળકો માટે બાલ સંસ્કાર શિબિર યોજાઈ હતી.
વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશમુનિ “આનંદ” મહારાજ સાહેબ અને તેમના શિષ્ય રત્ન પરમ પૂજ્ય ઓજસમુનિ “મંગલ” મહારાજ સાહેબ તથા આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદમુની મહારાજ સાહેબ અને તેમના શિષ્યો પરમ પૂજ્ય પ્રશાંતમુની મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય સમર્પણ મુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં યોજાયેલી બાલ સંસ્કાર શિબિર નું સંચાલન પરમ પૂજ્ય પ્રશાંતમુનિ મહારાજ સાહેબે (કાંડાગરાના વતની) કરેલ હતું.
આ પ્રસંગે વ્યસનમુક્તિ અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને મંત્રી દિનેશભાઈ મણિલાલ શાહ માંડવી થી ઉપસ્થિત રહ્યા હતા.બાલ સંસ્કાર શિબિરમાં બેરાજા ગામના તમામ જ્ઞાતિના બાળકો અને બાલિકાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય પ્રશાંતમુનિ મહારાજ સાહેબ અત્યાર સુધી જુદા જુદા ગામોમાં સંઘના ટ્રસ્ટીશ્રીઓના સાથ સહકારથી અંદાજે 50(પચાસ)થી વધારે બાલ સંસ્કાર શિબિર તમામ જ્ઞાતિના બાળકો અને બાલિકાઓ માટે યોજેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.