બાળકોને ખાસ ખવડાવો આ ખોરાક, નહિં તો નાની ઉંમરમાં થશે પેટની તકલીફો

  • બાળકોને આ ખોરાક તમે નાનપણથી જ ખવડાવો છો તો આગળ જતા પેરેન્ટ્સને તકલીફ ખૂબ ઓછી પડે છે.

 

બાળકોને જન્મના 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ જ આપવામાં આવે છે. માતાનું દૂધ બાળકો માટે શ્રેષ્ઠ સાબિત થાય છે. માતા દૂધમાં અનેક પોષક તત્વો રહેલા હોય છે જે બાળકને પૂરતું પોષણ આપે છે. જો કે 6 મહિના પછી બાળકોને ઘરની વસ્તુઓ ખવડાવવામાં આવતી હોય છે, જેમાં દાળનું પાણી, પાતળી દાળ, ભાત, રોટલીના કટકા જેવો અનેક આહાર આપવામાં આવતો હોય છે. વાત કરીએ તો ઘણાં પેરેન્ટ્સને બાળકને ઠોંસી-ઠોંસીને એટલે કે પેટ ભરીને ખવડાવવાની આદત હોય છે.

પરંતુ જો તમે પણ કંઇક આવું કરી રહ્યા છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. હંમેશા બાળકને જેટલી ભૂખ હોય એટલું જ ખવડાવો. તો ફોલો કરો તમે પણ આ ટિપ્સ..

6 મહિનાથી મોટા બાળકને તમે જ્યારે શરૂઆતમાં ખોરાક શરૂ કરો ત્યારે કોઇ પણ જાતનો હેવી ખોરાક આપશો નહિં. શરૂઆતમાં બાળકને હેવી ખોરાક આપવાથી એની હોજરી પચાવી શકતી નથી જેના કારણે પેટમાં ગેસ થવો, પેટમાં દુખવું જેવી અનેક સમસ્યાઓ થતી હોય છે. આ માટે શરૂઆતના દિવસોમાં તમે દાળનું પાણી, મેશ કરેલા ભાત, ખીર આપો જેથી કરીને એ થોડુ-થોડુ ખાતા શીખે. શરૂઆતમાં બાળકોને હાથથી ખવડાવો જેથી કરીને એને સંતોષ થાય.

ત્યારબાદ બાળકને શીરો, લાપસી, ભાત, દાળ જેવો ખોરાક આપો. જેથી કરીને એને પચી જાય અને ધીરે-ધીરે ખાતા પણ શીખે. જો તમે બાળકને એકની એક વસ્તુ ખવડાવશો તો એ બીજો ખોરાક ખાતા નહિં શીખે અને પૂરતું પોષણ પણ નહિં મળે.

8 થી 10 વર્ષના બાળકોને તમે થોડુ-થોડુ તીખુ પણ ખવડાવતા રહો, જેથી કરીને એને પેટમાં કરમિયા થાય નહિં અને કબજીયાત જેવી તકલીફ પણ ના થાય. જો તમે બાળકને તીખુ ખવડાવતા નથી તો એ જલદી ટેવાશે નહિં અને તમને આગળ જતા તકલીફ પડશે. આ માટે હંમેશા બાળકને તીખું પણ ખવડાવવાની આદત પાડો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *