બાંગ્લાદેશ 1971માં ભારતીય સેનાની જીતનું સ્મારક તોડ્યું
બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓએ 1971ના યુદ્ધનું રાષ્ટ્રીય સ્મારક તોડી પાડ્યું છે. મુજીબનગર સ્થિત આ સ્મારક ભારત-મુક્તિવાહિની આર્મીની જીત અને પાકિસ્તાની સેનાની હારનું પ્રતિક હતું. સ્મનારક તોડીને મૂર્તિઓના ટૂકડા કર્યા હતા. આ ઘટના બાદ કોંગ્રેસ નેતા શશિ થરૂરે લખ્યું છે કે ભારત આ સમયે બાંગ્લાદેશના લોકો સાથે ઉભું છે, પરંતુ આવી અરાજકતાને ક્યારેય માફ કરી શકાય નહીં.