બપોરે ઘરમાં જ પુરાયેલા રહેજો: હવામાન વિભાગે કરી આગ ઓકતી આગાહી, રાત્રી પણ રહેશે ગરમ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી ચાર દિવસ ભારે ગરમીની આગાહી કરી છે. રાજ્યનાં આજે કેટલાક જીલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ આગાહી કરી છે. ત્યારે હજુ ચાર દિવસ રાજ્યમાં ભારે ગરમી પડી શકે છે. આગામી પાંચ દિવસ ગરમીથી રાહત નહી મળી શકે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી નોંધાવવા પામ્યું હતું. તેમજ હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં અનેક જીલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ તો કેટલાક જીલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ત્રણ દિવસ રાજ્યનાં ક્યાં ક્યાં જીલ્લાઓમાં ઉષ્ણ લહેરની આગાહી

હવામાન વિભાગ દ્વારા તા. 21, 22 અને 23 નાં રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં ઉષ્ણ લહેરની આગાહી કરવામાં આવી છે.

ક્યાં જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, પાટણ તેમજ મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ ડીઈઓનો મહત્વનો નિર્ણય

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આગ ઓકતી ગરમીના કારણે લૂ લાગવાના સહિતના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે ગરમી અને હવામાનની આગાહીને ધ્યાને લઈ અમદાવાદ DEO મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં શાળામાં કામગીરી શહેરમાં સવારે 7થી 10 સુધી તેમજ ગ્રામ્યમાં 7થી 10 કામગીરી રાખવાનું જણાવ્યું છે. જે નિર્ણય શાળાઓના આચાર્ય અને વહીવટી કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે લેવામાં આવ્યો છે.

અતિશય ગરમીને લીધે લુ લાગવાનાં લક્ષણો

🔴 ગરમીની અળાઈઓ

🔴 ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી

🔴 માથાનો દુખાવો, ચક્કર આવવા લાગવી

🔴 ચામડી લાલ-સુકી અને ગરમ થઇ જવી.

🔴 સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી.

🔴 ઉબકા અને ઉલટી થવી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *