વાવ વિધાન સભા
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થશે. આવતીકાલે એટલે કે 23 નવેમ્બરે શહેરની જગાણા એન્જિનિય રિંગ કોલેજમાં શનિવારે 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે.
બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ આવશે, આવતીકાલે 23 નવેમ્બરે મત ગણતરી યોજાશે. 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. ત્યારે જોવાનું એ રહેશે કે આવતીકાલે યોજાનારી મતગણતરી બાદ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોણ બાજી મારી જાય છે. કોણ બનશે વાવના નવા ધારાસભ્ય તેનો આવતીકાલે ફેંસલો આવી જશે.
થયું હતું 70.54% જેટલું મતદાન
બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું 13 નવેમ્બરે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં 70.54% જેટલું મતદાન થયું હતું અને મતદાન બાદ તમામ ઇવીએમ મશીનને પાલનપુર જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવ્યા હતા. જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે એસઆરપી બીએસએફ અને પોલીસની નિગરાની હેઠળ આ તમામ ઇવીએમ મશીન રાખવામાં આવ્યા હતા.