ફાયદાની વાત / મેરિડ કપલને વૃદ્ધાવસ્થામાં મળશે 18500 રૂપિયા માસિક પેન્શન, જુઓ સરકારનો આ ખાસ પ્લાન

કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી વય વંદના યોજના (Pradhan Mantri Vaya Vandana Yojana) રિટારમેન્ટ માટે એક ઉત્તમ યોજના ગણવામાં આવે છે. સાથે જ તેમા માસિક પેન્શનની ખાતરી આપવામાં આવે છે. આ યોજના સરકાર દ્વારા 26 મે 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. તમે તેમાં 31 માર્ચ, 2023 સુધી રોકાણ કરી શકો છો. આ સ્કીમ હેઠળ પતિ-પત્ની મળીને દર મહિને 18500 રૂપિયાની ગેરંટી પેન્શન લઈ શકે છે. 10 વર્ષ પછી તમને તમારું આખું રોકાણ વ્યાજ સાથે પાછું મળશે.

શું છે યોજના

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી વય વંદના યોજના (Pradhan Mantri Vaya Vandana Yojana) એક સામાજિક સુરક્ષા યોજના અને પેન્શન યોજના છે. તે ભારત સરકાર દ્વારા લાવવામાં આવી છે. તે ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ મહત્તમ રોકાણ મર્યાદા 15 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

માસિક અથવા વાર્ષિક પ્લાનની કરો પસંદગી

જો પતિ-પત્ની બંનેની ઉંમર 60 વટાવી ગઈ હોય તો તેઓ 15 લાખ રૂપિયાનું અલગથી રોકાણ કરી શકે છે. અગાઉ એક વ્યક્તિ દ્વારા રોકાણ માટેની મર્યાદા 7.5 લાખ રૂપિયા હતી, જે બાદમાં બમણી કરવામાં આવી છે. આ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને અન્ય યોજનાઓ કરતાં રોકાણ પર વધુ વ્યાજ મળે છે. આ યોજનામાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માસિક અથવા વાર્ષિક પેન્શન પ્લાન પસંદ કરી શકે છે.

આવી રીતે મળશે પેન્શન

જો પતિ-પત્ની બંને આ સ્કીમમાં 15 લાખ રૂપિયા એટલે કે કુલ 30 લાખ રૂપિયાનું રોકાણ કરે છે. આ યોજના પર વાર્ષિક 7.40 ટકા વ્યાજ મળે છે. એટલે કે રોકાણ પર વાર્ષિક વ્યાજ 2,22,000 રૂપિયા હશે. જો તેને 12 મહિનામાં સમાન રીતે વહેંચવામાં આવે છે, તો તે 18500 રૂપિયા થશે, જે માસિક પેન્શનના રૂપમાં તમારા ઘરે આવશે. જો માત્ર 1 વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગે છે, તો 15 લાખના રોકાણ પર વાર્ષિક વ્યાજ 1,11,000 રૂપિયા અને તેનું માસિક પેન્શન 9250 રૂપિયા થશે.

10 વર્ષ બાદ રકમ પરત

પ્રધાનમંત્રી વય વંદના યોજના 10 વર્ષ માટે છે. ત્યાં સુધી તમને તમારા જમા કરેલા રૂપિયા પર માસિક પેન્શન મળતું રહેશે. જો તમે 10 વર્ષની પોલિસી ટર્મ સુધી પ્લાનમાં રહો છો, તો 10 વર્ષ પછી તમારું આખું રોકાણ પાછું મળશે. આમ યોજના શરૂ થયા પછી તમે કોઈપણ સમયે તેમાંથી સરેન્ડર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *