પૂર્વ ભારતીય ક્રિકેટરે આત્મહત્યા કરી
ભૂતપૂર્વ 53 વર્ષીય ભારતીય ક્રિકેટર ડેવિડ જોનસને આત્મહત્યા કરી છે. પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જણાવી દઈએ કે, જોન્સનનું કરિયર ભારત માટે બહુ લાંબુ નહોતું. તેમણે ભારત માટે 10 ઓક્ટોબર 1996ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું. તેમણે છેલ્લી મેચ 26 ડિસેમ્બર 1996માં રમી હતી. પછી તેઓ ડોમેસ્ટિક અને લીગ મેચ રમતા રહ્યા. તેમની આત્મહત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી.