કાંડાગરા શિરાચાના માર્ગ પર પુરપાટ આવતા ટ્રેક્ટરે 3 લોકોને અડફેટે લીધા, મહિલાના બંને પગમાં અસ્થિભંગ

કાંડાગરા શિરાચાના માર્ગ પર પુરપાટ આવતા ટ્રેક્ટરે 3 લોકોને અડફેટે લીધા, મહિલાના બંને પગમાં અસ્થિભંગ

 પુરપાટ આવતા ટ્રેક્ટરે
પુરપાટ આવતા ટ્રેક્ટરે

કચ્છમાં ઔદ્યોગિક વિકાસ અને બંદરીય કામગીરીને કારણે માલવાહક અને ખાનગી વાહનોની અવરજવરમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

મુન્દ્રા નગરની ભાગોળે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. મોટા કાંડગરાની ચંપાબેન બાબુભાઇ પટ્ટણી નામની મહિલા માર્ગ ઓળંગી રહી હતી ત્યારે પુરપાટ આવતા ટ્રેક્ટરે તેમને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મહિલાના બંને પગમાં અસ્થિભંગની ગંભીર ઈજા થઈ છે.

કાંડાગરા-સીરાચા માર્ગે બનેલા આ બનાવથી વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. મુન્દ્રા પોલીસે ટ્રેકટર નંબર GJ 12 FC 1264ના ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પુરપાટ આવતા ટ્રેક્ટરે
 ટ્રેક્ટરે

અન્ય એક ઘટનામાં, અંજારના તુણા ઔદ્યોગિક વિસ્તારમાં ભારે વાહનોની અનિયંત્રિત અવરજવર સ્થાનિક ગ્રામજનો અને ઉદ્યોગપતિઓ માટે મોટી સમસ્યા બની રહી છે. આજે સવારે સ્કૂલના સમય દરમિયાન એક રાહદારીના પાલતુ ઘોડા પર બેફામ દોડતું વાહન ફરી વળ્યું હતું. આ ઘટનામાં ઘોડાનું કરુણ મૃત્યુ થયું હતું.

સ્થાનિક લોકોએ વાહનોની રફતાર પર અંકુશ લાવવા તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. પ્રશાસનની નિષ્ક્રિયતાને કારણે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *