પશ્ચિમ કચ્છ ભુજ સરહદી રેન્જ ભુજના આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ પશ્ચિમ કચ્છ – ભુજના પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ નાઓ ધ્વારા પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લામાં પેરોલ , ફર્લો / વચગાળા જામીન , પોલીસ જાપ્તા ફરારી તેમજ જેલ ફરારી કેદી / આરોપીઓને પકડવા સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડ , ભુજના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા . આજરોજ પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ ઇન્સ . શ્રી જે.પી.સોઢા તથા પો.હેડ કોન્સ . ધર્મેન્દ્ર મૂળશંકર રાવલ તથા રઘુવીરસિંહ ઉર્દુભા જાડેજાનાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે , પાલારા ખાસ જેલ ભુજમાથી વચગાળાના જામીન પર મુકત થયેલ કેદી / આરોપી રાજેશ બચુભાઇ વાઘેલા ઉ.વ .૪૯ , રહે.મકાન નં .૭ , ડોલર હોટલની પાછળ , આશાપુરા ટાઉનસીપ , ભુજ વાળો વચગાળાના જામીન પરથી મુકત થયા બાદ હાજર થયેલ નહી અને વચગાળાના જામીન પરથી ફરાર થયેથી પરત જેલમાં હાજર થયેલ નહી અને હાલે તે ભજશહેર છોડી નાશી જવાની પેરવીમા હોઇ તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી આધારે સ્ટાફના માણસોએ તુરંત વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા બાતમી મુજબનો મજકુર આરોપી મળી આવતા તેને સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) ( આઇ ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી – ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે . ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ.શ્રી જે.પી.સોઢા તથા એ.એસ.આઇ હરિલાલ બારોટ તથા પો.હેડ કોન્સ . ધર્મેન્દ્ર રાવલ તથા દિનેશભાઇ ગઢવી , રઘુવિરસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા ડ્રા.પો.કો. સુરેશભાઇ ચૌધરી નાઓ જોડાયેલ હતા .