પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણ જીવને ગુણનિષ્ઠ બનાવે છે, તેવું અહીંના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં સાધ્વીજીએ સંબોધનમાં જણાવ્યું હતું. કલ્પસૂરિ આરાધના ભવન ખાતે ત્રણેય ગચ્છની સયુક્ત વ્યાખ્યાનમાળામાં પૂ. દર્શનાજી મ.સા.એ ભાવિકોને પર્યુણષ પર્વે 11 વાર્ષિક કર્તવ્યો વિશે વિસ્તૃત સમજ આપી હતી. આજે વિવિધ ચડાવામાં કલ્પસૂત્ર વહોરવાનો લાભ મણિબેન હીરજી સંઘવી પરિવાર, ઘેર પધરાવવાનો લાભ પુષ્પાબેન પ્રભુલાલ વલ્લભજી સંઘવી પરિવારે લીધો હતો. આ ઉપરાંત અન્ય પૂજાનો લાભ વિવિધ પરિવરોએ લીધો હોવાનું પ્રમુખ ચંદ્રસેન શાહ અને દિનેશ શાહે જણાવ્યું હતું.