
પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ
પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્રિવેણી સંગમ પાસે ડૂબકી લગાવવા શ્રદ્ધાળુઓ ઉમટ્યાં છે. અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભમાં ભક્તોના મહાસાગરના ડ્રોન વિઝ્યુઅલ સામે આવ્યા છે. ડ્રોન અને CCTV કેમેરાથી શ્રદ્ધાળુઓ પર નજર રખાય છે.