પંજાબના મોહાલીમાં રાઈડની દુર્ઘટના સર્જાઈ, ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો

ઘટનામાં રાઈડ 50 ફૂટની ઊંચાઈએથી નીચે પડી હતી, આ ઘટનામાં  30 લોકો ઘાયલ થયા જયારે 13ની હાલત ગંભીર

ઘટનાસ્થળે પહોંચેલા ડીએસપી સિટી- ટુ હરસિમરન સિંહ બલે જણાવ્યું કે ગઈકાલે મેળામાં ભીડ હતી. અમે તે કેવી રીતે થયું તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પંજાબના મોહાલી જિલ્લામાં ગત રાત્રે એક મોટી દુર્ઘટના થઈ હતી. અહીંના ફેસ-8ના દશેરા ગ્રાઉન્ડમાં યોજાયેલા મેળામાં ગઈકાલે રાત્રે ડ્રોપ ટાવરની એક રાઈડ 50 ફૂટની ઊંચાઈએથી અચાનક નીચે પડી હતી. આ રાઇડમાં લગભગ 30 લોકો સવાર હતા. દરેકને ઈજા થઈ હતી. જેમાં પુરુષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે 13 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. પાંચને સિવિલમાં અને બાકીનાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જિલ્લા પ્રશાસને તપાસના આદેશ આપ્યા છે. અકસ્માત બાદ રાઈડ ઓપરેટર કર્મચારીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ એસડીએમ સરબજીત કૌર અને નાયબ તહસીલદાર અર્જુન ગ્રેવાલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ડીસી અમિત તલવારે કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવશે. જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અમે ઘાયલોની સારવાર કરી રહ્યા છીએ, તમામ સ્ટાફને બોલાવવામાં આવ્યા છે : ડૉ.પરમિન્દર

સિવિલ હોસ્પિટલના નાઈટ ઈન્ચાર્જ ડૉ. પરમિંદરે જણાવ્યું કે, અકસ્માતની માહિતી મળતાની સાથે જ તમામ સ્ટાફને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ પહોંચેલા લોકોમાંથી કોઈને પણ માથામાં ઈજા થઈ ન હતી. ગરદન અને પીઠના ભાગે ઈજાઓ થઈ હતી. એક વ્યક્તિને નાકમાં ઈજા થઈ છે. આ ઉપરાંત ઘાયલોના એક્સ-રે પણ કરવામાં આવી રહ્યા છે. હાલમાં કોઈ ચંદીગઢ રેફર કરવા આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *