નિવૃત મામલતદાર તરફથી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટીને રૂપિયા ૧,૧૧,૧૧૧/- માતબાર દાન આપ્યું.
માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્યક્ષેત્રે નેત્રદીપક કાર્ય કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર માંડવીની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને નિવૃત્ત મામલતદારે રૂપિયા ૧,૧૧,૧૧૧/- (એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર)નું માતબાર દાન આપેલ છે.
મૂળ ગુંદિયાળી (તા.માંડવી)ના પરંતુ હાલમાં ભુજ નિવાસી નિવૃત્ત મામલતદાર શ્રી કાંતિલાલભાઈ પ્રેમજી પેથાણી તાજેતરમાં માંડવીના પૂર્વ મામલતદાર સુરેશભાઈ મહેતા સાથે સંસ્થાની રૂબરૂ મુલાકાતે આવેલ ત્યારે, સંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ સંઘવીએ સંસ્થાની 31 વર્ષની આરોગ્ય સેવાની માહિતી આપી હતી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ ભુજ નિવાસી નિવૃત્ત મામલતદાર શ્રી કાંતિલાલભાઈ પ્રેમજી પેથાણીએ સંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ સંઘવીને રૂપિયા ૧,૧૧,૧૧૧/- નો દાનનો ચેક આપેલ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, દાતા કાંતિલાલભાઈ પ્રેમજી પેથાણી મસ્કા રાજગોર બાળાશ્રમ, બાલિકાશ્રમ અને ધ્રબુડી ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપી ચુકયા છે. આ મુલાકાત સમયે મણીબેન કાંતિલાલ, પ્રકાશભાઈ કાંતિલાલ, કાલિનીબેન પ્રકાશભાઈ, વૃષ્ટિબેન પ્રકાશભાઈ, ધ્રુવભાઈ પ્રકાશભાઈ, દિનેશભાઈ જટાશંકર, કીર્તિદાબેન સુરેશભાઈ મહેતા, ગૌતમભાઈ મહેતા સાથે રહ્યા હતા.
સંસ્થાને રૂપિયા ૧,૧૧,૧૧૧/- નું દાન આપવા બદલ સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો. મધુભાઈ રાણા, વર્તમાન પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી શ્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, શ્રીમતી સરોજબેન રાણા, સંસ્થાના મિડિયા કન્વીનર દિનેશભાઈ શાહ અને સંસ્થાના સમગ્ર ટ્રસ્ટી મંડળે દાતા પરિવારનો અને પૂર્વ મામલતદાર સુરેશભાઈ મહેતાનો આભાર માન્યો હતો.