માંડવીના રમણીય દરિયાકિનારે વિન્ડફાર્મ બીચ ઉપર આપણી નવરાત્રીમાં માંડવી ની જૈનનુતન પ્રાથમિક શાળા નં.૩ના ધોરણ 1 થી 8 ના 31 વિદ્યાર્થીઓએ કલાના કામણ પાથરી નગરજનોને મંત્રમુગ્ધ કર્યા. માંડવીના રમણીય દરિયાકિનારે વિન્ડફાર્મ બીચ ઉપર આપણી નવરાત્રી – 2023 માં માંડવીની સરકારી પ્રાથમિક શાળા જૈનનૂતન પ્રાથમિક શાળા નં.૩માં ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરતા 31 વિદ્યાર્થીઓએ મેલડીમાના ડાકલા વાગ્યા થીમ ઉપર સુંદર વેશભૂષા પરિધાન કરી, સુંદર નૃત્ય વડે પોતાની કલાના કામણ પાથરીને માંડવીના નગરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા.
બાળકોને અથાગ મહેનતથી તૈયાર કરી કોરિયોગ્રાફર તરીકે ઝરણાબેન સંજયભાઈ મહેતાએ પોતાની સેવા આપેલ હોવાનું શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને શાળાની એસ.એમ.સી.ના શિક્ષણવિદ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. કાર્યક્રમ બાદ શાળાના આચાર્યશ્રી પુનિતભાઈ વાસાણી, કોરિયોગ્રાફર ઝરણાબેન મહેતા અને શાળાની એસ.એમ.સી.ના શિક્ષણવિદ તથા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહને સન્માયા હતા.
આપણી નવરાત્રીના આયોજકો દેવાંગભાઈ દવે, ભરતભાઈ વેદ તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વસંતબેન સાયલે, શાળાના આચાર્ય શ્રી, કોરિયોગ્રાફર, સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.