નવરાત્રિને લઇ ખેલૈયાઓ માટે સૌથી મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ગરબા પર મોટુ અને મહત્વનું નિવેદન સામે આવ્યુ હતું. નિવેદનમાં ત
ગુજરાતીઓ તેમના સૌથી પ્રિય તહેવાર એવા નવરાત્રિને લઇ ઉત્સાહમાં જ રહેતા હોય છે. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી હતી કે જેને લઇને સમગ્ર ગરબા ઉત્સુકોમાં ખુશીમો માહોલ જોવા મળ્યો હતો. અને સૌ કોઇ આજે જ ગરબે ઝુમી ઉઠ્યા હતા.
ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે
હર્ષ સઘવીએ આજે જાહેર કરેલ નિવેદમાં જણાવ્યુ હતુ કે ગુજરાતીઓ આ વર્ષે 10 દિવસ સુધી અને વહેલી સવાર સુધી ગરબા રમી શકશે. ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે. ઉપરાંત નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે તેમ તેઓએ જણાવ્યુ હતું.
ગૃહમંત્રીએ જણાવ્યુ હતુ કે નવરાત્રિ થોડા દિવસોમાં શરૂ થશે. આ તહેવારમા સૌ ખેલૈયાઓ મા અંબાની ભક્તિમાં ભરપૂર રંગાઇ શકે અને મોડી રાત સુધી રમી શકે , ઉપરાંત નાના મોટા ફેરીયા, દુકાનો વાળા અને વેપારીઓ ધંધો કરી શકે તેને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો અને આ માટે પોલીસને સૂચના પણ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત આયોજકોને પણ મારી વિનંતી છે કે તે લોકો ડીજે અને બેન્ડનો અવાજ લોકો હેરાન ન થાય તેવો રાખે. તથા ખેલૈયાઓ ગરબા રમી શકે તેને લઇ રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરંતુ સાથે સાથે લોકો પણ પોતાની ફરજ નિભાવે તે મહત્વનું છે. નવરાત્રિમાં દિલથી મા અંબેની ભક્તિ કરી શકો તેવી શુભકામનાઓ.
ત્યારે આ નિવેદનને લઇને ગુજરાતના તમામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ ગરબા રસિકોએ આ નિર્ણયને વધાવી લીધો હતો.