ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે, www.gseb.org વેબસાઈટ પર વિષય પ્રમાણે પરીક્ષાનો કાર્યક્રમ મુકાયો

ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને ઉપયોગી સમાચારી સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવ્યું છે કે ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાનાર મુખ્ય પરીક્ષા તા.27/02/2025 થી તા.13/03/2025 દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવ્યો છે.

વાંચો વિગતે પરિપત્ર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *