
બોલિવૂડના ‘હી-મેન’ ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની પુત્રી ઈશા દેઓલે સોશિયલ મીડિયા દ્વારા તેમના સ્વાસ્થ્ય વિશે મોટું અપડેટ આપ્યું છે. ઈશા દેઓલે પુષ્ટિ કરી છે કે ધર્મેન્દ્રની હાલત સ્થિર છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે ચાહકોનો તેમની પ્રાર્થનાઓ માટે આભાર માન્યો છે અને પરિવારને ગોપનીયતા આપવા વિનંતી કરી છે.
