દેશમાં કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસનું ઉત્પાદન કરતી કંપનીઓની સંસ્થા ‘CEAMA’ એ જણાવ્યું છે કે આ વર્ષે ભારે ગરમીને કારણે દેશમાં 1.4 કરોડ ACનું વેચાણ થઈ શકે છે. મે મહિનામાં જ એર કંડિશનરના વેચાણમાં વાર્ષિક 30 થી 40 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે એપ્રિલ અને મે વચ્ચે ACના વેચાણમાં 100 ટકાથી વધુ વૃદ્ધિ થઈ છે. ખાસ વાત એ છે કે અતિશય ગરમીથી ઘર માટે એસીની ખરીદીમાં બમ્પર વધારો થયો છે.