PM MODI એ આજે મુંબઈમાં પુલનું કર્યું ઉદ્ઘાટન
PM MODI પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું છે. મુંબઈમાં ટ્રાંસહાર્બર લિંગનું નામ હવે ‘અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ સેતુ’ રાખવામાં આવ્યું છે. PM મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનું શિલાન્યાસ કર્યું હતું. અટલ સેતુનાં નિર્માણમાં 17840 કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પુલ આશરે 21.8 કિમી લાંબો છે અને 6 લેનવાળો છે.
PM MODI : દેશનો સૌથી લાંબો સી બ્રિજ બનીને થઈ ગયો છે તૈયાર… મુંબઈથી નવી મુંબઈને જોડતા બ્રિજનું નામ રખાયું છે અટલ સેતુ… આ બ્રિજને મુંબઈ ટ્રાંસ હાર્બર લિંકના નામથી પણ ઓળખવામાં આવે છે.. આ બ્રિજ 22 કિલોમીટર લાંબો છે.. જેનાથી હવે મુંબઈથી નવી મુંબઈ પહોંચવા માટે માત્ર 20 મીનીટ જેટલો જ સમય લાગશે.. મુંબઈ પોલીસ અનુસાર અટલ સેતુ પર કારની મહત્તમ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી છે… સાથે જ બ્રિજ પર ચઢવા અને ઉતરવા સમયે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રાખવા માટે જણાવાયું છે.. એટલું જ નહીં આ બ્રિજ પર બાઈક, રીક્ષા અને ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.