દિવ્ય અને દૈદીપ્યમાન ભારતના સ્વપ્નને સાકર કરવો છે. લોકસભા કચ્છ-મોરબી ઉમેદવાર વિનોદભાઇ ચાવડા
ભાજપનો કાર્યકર એ પાર્ટીની અસ્મિતા છે, માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક કાર્યકર છે, અને તે સાંસ્ક્રુતિક અને રાષ્ટ્રવાદને વરેલો છે, તેમ જણાવતા સાંસદ ને ગુજરાત પ્રદેશના ભાજપના મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડાએ પક્ષે મારા માં ધરાવેલ વિશ્વાસ ને આપ સૌના સથવારે સાર્થક કરવા મારી પ્રતિબધ્ધતા વ્યક્ત કરું છું, તેમ જણાવેલ છે,
રાષ્ટ્રના વિકાસના માર્ગે શ્રેષ્ઠ તરફ જવાની યાત્રા અવિરત આગળ ધપાવવા પાર્ટીના કર્મસ્ડ અને શ્રેષ્ઠ નેતૃત્વ તેમજ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના માર્ગદર્શન માં વિકસના કેન્દ્ર બિંદુ બનવા યુવાનો આપણે સૌ દિવ્ય અને દૈદીપ્યમાન ભારત ના સ્વપ્ન ને સાકાર કરવા પ્રયત્નશીલ બનીએ તેવી મારી હાર્દિક અપીલ આપ સૌને છે, તેમશ્રી ચાવડાએ કચ્છ ની જનતા પ્રદેશ ભાજપ અને રાષ્ટ્રીય ભાજપ નો આભાર વ્યક્ત કર્યો હતો
આપની સતત લાગણીઑ ના ટેકે સહકાર પ્રોત્સાહન અનહદ સ્નેહ અને આર્શિવાર્દ હમેશ ની જેમ મળતા રહેશે સદભાગ્ય હોય તો જ સતકાર્યો નો અવસર પ્રાપ્ત થાય છે. 10 વર્ષના મારા સંસદીય કાળમાં સતત જાગૃત રહી લોકહિતમાં પ્રશ્નોને વાંચા આપી છે, દેશના મોટા સંસદીય ક્ષેત્રફળ માં ગામડે ગામડે વિઝિટ લઈ સતત લોક સંપર્ક માં રહ્યો છું અને હવે પછી પણ સતત સંપર્ક માં રહી મારી જવાબદારી અદા કરીશ આપના લોકલાડીલા નિર્ણાયક સરકાર કર્ણધાર શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ટિમમાં ફરી તક મળી છે, તેને હાર્દિક સદભાગ્ય માની સબકા સાથ દેશકા વિકાસ મંત્ર સાર્થક કરવું છે, તેમશ્રી વિનોદભાઈ ચાવડાએજણાવ્યુ હતું
માનનીય નરેન્દ્રભાઈ મોદીજી શ્રી અમિતભાઈ શાહ શ્રી જે, પી. નડ્ડાજી. શ્રી સી.આર. પાટિલ જી. રત્નાકર જી તથા પાર્ટીના મોવડી મંડળ નો આભાર વ્યક્ત કર્યો હતો.