હાલ દિલ્હીના મુખ્યમંત્રી લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ છે, તો બીજીતરફ આવતા વર્ષે રાજધાનીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે તે પહેલા આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. મળતા અહેવાલો મુજબ આપના પાંચ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે. પાંચ કાઉન્સિલરોએ દિલ્હી ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ દરમિયાન વિરેન્દ્ર સચદેવા, રામવીર ભીધુરી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપમાં સામેલ થયેલા પાંચ કાઉન્સિલરો
રામ ચંદ્ર – વોર્ડ નંબર 28ના કાઉન્સિલર
પવન સેહરાવત- વોર્ડ નંબર 30ના કાઉન્સિલર
મંજુ નિર્મલ- વોર્ડ નંબર 180ના કાઉન્સિલર
સુગંધા બિધુરી- વોર્ડ નંબર 178ના કાઉન્સિલર
મમતા પવન- વોર્ડ નંબર 177ના કાઉન્સિલર
કાઉન્સિલરો છોડીને જતા રહેતા AAPએ ભાજપ લગાવ્યો આક્ષેપ
પાંચ કાઉન્સિલરો છોડીને ભાજપમાં જતા રહેતા આમ આદમી પાર્ટી નિવેદન આપ્યું છે. આપના પ્રવક્તાએ આક્ષેપ કર્યો છે કે, ભાજપે કાઉન્સિલરો પર દબાણ કર્યું હતું અને તેમને ધમકાવીને પાર્ટી બદલવા માટે મજબૂત કરાયા. આ બાબતને આપે લોકશાહી વિરુદ્ધ ષડયંત્ર ગણાવ્યું છે અને કહ્યું કે, ભાજપ આવી રમતો રમીને દિલ્હીના મતદારો પર પ્રભાવ નહીં નાખી શકે.