દાદા સાહેબ ફાળકે ચિત્રપટ યુનિટ દ્વારા ઓલ ઈન્ડિયા સિંગીગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ છે. કલા અને કલાકાર હોય, સંગીતકાર હોય, કેમેરામેન હોય કે લાઇટ મેન હોય કે પછી સ્પોટ બોય હોય દરેક ના હિત માટે અને સારુંએવું પ્લેટ ફોર્મ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ અને કાર્યરત એવા ભારત સરકાર માન્યતા પ્રાપ્ત અને ફિલ્મ જગતના ભીષ્મ પિતામહ કેવાતા દાદા સાહેબ ફાળકે કે જેઓ એ ભારતમાં ફિલ્મ જગતની શરૂઆત કરી તેના વંશજો દ્વારા બનેલ સૌથી જૂનું અને સર્વ પ્રથમ યુનિયન ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિયન છે
ઓલ ઈન્ડિયા પ્રેસિડેન્ટ શ્રી અજિત મામૂલકર સાહેબની ઘોષણા મુજબ દાદા સાહેબ ફાળકે ચિત્ર પટ યુનિયત દ્વારા ઓલ ઈન્ડિયા સિંગીગ કોમ્પિટિશનનું આઓજન કરવામાં આવ્યું છે, ગાયન ક્ષેત્રે પોતાનું નામ રોશન કરવા માંગતા ગાયકો માટે આ એક ગોલ્ડન ચાન્સ છે. અને ગુજરાતનાં કલાકારો માટે પણ આ એક સારો અવસર છે. કારણકે ગુજરાતમાં હવે રાષ્ટ્રીય સ્તરની સિંગીગ કોમ્પિટિશનનું આયોજન થશે.
કલા અને મનોરંજન ક્ષેત્ર પ્રગતિ કરતાં આપના આ ગુજરાતમાં વધુ એક માઈલસ્ટોન ઉમેરો થવા જય રહયો છે. જ્યાં “એટ્યુડ“ ના નામથી ગાયન પ્રતિયોગીતાનું ગ્રાન્ડ ફાઇનલ ગુજરાત ના પાટનગર ગાંધીનગરમાં થશે.
જેમાં સિંગીગ ક્ષેત્ર નામના મેળવવા ઇચ્છતા ગાયકો પોતાના સૂરીલા કંઠની અને પોતાની કલાને રજૂ કરવા એકત્રિત થશે વધુમાં ગુજરાત વર્કિંગ પ્રેસિડેન્ટ અફજલભાઈ મહેતર જણાવે છે કે આ કોમ્પિટિશનમાં મુખ્ય જજ તરીકે બોલિવુડના ખ્યાત નામ સિંગર અને પોતાના અવાજની એક અલગ જ ઓળખ ધરાવતા હાલમાં જ વાઇરલ થયેલ ઘાઘરા સોંગ ફેઇમ અને ચોલીકે પીછે ક્યાં હે, ખલનાયક, હોલિયા મે ઊડેરે ગુલાલ, ગુપચુપ ગુપચુપ, ખલનાયક હે નું ફેઇમ ઇલા અરુણ જી, તેમજ પ્લે બેક સિંગર અને ગોલ્ડ મેડાલિસ્ટ એવા ગૌરી ત્રિપાઠી અને જન્મ થી સંગીત સાથે જોડાયેલ અને શાસ્ત્રીય સંગીતકાર એવા ભારતના સુપ્રષિદ્ધ રામપુર સહસવાન ઘરાનાના ઉત્તરાધિકારી એવા ઉસ્તાદ મકબૂલ હુશેનખાન, અને જીશાનખાન ની જજ તરીકેની પેનલ છે. માટે દરેક નાના માં નાના ગામથી લઈ તાલુકા જિલ્લા શહેર કે રાજ્ય માંથી વધુમાં વધુ લોકો પાર્ટિસિપેટ કરે અને પોતાનો અવાજ દૂન્યા સુધી પહોચાડે, તે માટે દાદા સાહેબ ફાળકે ચીત્રપટ યુનિયન અને ઓલ ઈન્ડિયા પ્રેસિડેંન્ટ અજિત મામૂલકરનો સહયોગ રહેશે.
ડીએસપીસી યુનિયન ની પેનલ ઓલ ઈન્ડિયા પ્રેસિડેંન્ટ શ્રી અજિત મામૂલકર, ડો.દિપક, ગુજરાત પ્રેસિડેન્ટ શ્રી ઋષિરાજસિંહ જાડેજા, રેવંતભાઈ ગજ્જર, સિદ્ધાર્થ નિરંભાવણે, કોકર્ણા ઘોષ, અફજલભાઈ મહેતરના સહયોગ થી ઓલ ઈન્ડિયા “એટ્યુડ” સિંગીગ કોમ્પિટિશન ઓલ ફાઇનલ મુંબઈમાં અને ગ્રાન્ડ ફાઇનલ ગુજરાતનાં ગાંધીનગરમાં થશે. આ એટ્યુડ સિંગીગ કોમ્પિટિશન નું ભારતના દરેક રાજ્યમાં ઓડિશન થશે. જેમાં દાદા સાહેબ ફાળકે ના ઓલ ઈન્ડિયાના 850 થી પણ વધુ કાર્યકર્તાઓનો સહયોગ રહેશે. રજીસ્ટ્રેશન માટે દાદા સાહેબ ફાળકેની વેબ સાઇટ પરથી થશે www.dspcunion.com ગૂગલ ફોર્મ દ્વારા પણ રજીસ્ટ્રેશન થઈ શકશે.