CCTV નવસારીના બીલીમોરામાં રેલવે ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ અને કાર વચ્ચે અકસ્માત ગમખ્વાર અકસ્માતમાં મોપેડ ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. ઘટનામાં સ્થળેથી ફરાર થયેલ કાર ચાલક બાદમાં પોલીસ સ્ટેશને હાજર થયો હતો.
રાજ્યમાં અક્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે નવસારી ખાતે વધુ એક ઘટના બની હતી. જેમાં નવસારીના બીલીમોરા ખાતે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકે પોતાની વડે મોપેડ ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર મોપેડ ચાલકનું નામ ધ્રુવીક પટેલ છે. જે મોરલી ગામનો રહેવાસી છે. ત્યારે ગતરાત્રિના સર્જાયેલ આ અકસ્માતમાં ધ્રુવિક પટેલને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નિપજ્યું હતુ. જ્યારે તેની પાછળ બેઠેલા ભેસલા ગામનો યુવાન ગંભીર રીત ઈજાગ્રસ્ત થતાં બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.