
થર્ટી ફર્સ્ટની રાત્રે ધાબળા ઓઢીને ફરજો, હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી ચમકારાવાળી આગાહી
આગામી સપ્તાહને લઇ હવામાન વિભાગે હવામાનની આગાહી કરી છે. જેમાં આગામી એક સપ્તાહ દરમ્યાન રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે તેમ જણાવ્યું હતું. અને વાતાવરણ શુષ્ક રહેશે.
હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી સામે આવી છે. જેમાં આજે અમદાવાદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે અમદાવાદમાં 14 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા રહેલી છે. જોકે અમદાવાદમાં 24 કલાકમાં 1.3 ડિગ્રી તાપમાન ઘટ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગાંધીનગરમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને નલિયામાં સૌથી ઓછું 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં તાપમાન વધતા ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો નથી. પરંતુ ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો દેખાઇ રહ્યો છે. ત્યારે વર્ષના અંતે વધતી જતી ઠંડીને લઇ લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા મુજબ ઉત્તરથી ઉત્તર પૂર્વ પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળશે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્રના ભાગોમા માવઠાંની અસર જોવા મળશે નહીં. જોકે સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ નહી વરસે. ત્યારે 29 ડિસેમ્બરથી 10 જાન્યુઆરીમાં વચ્ચે કડકતી ઠંડી પડી શકે છે. જેને લઇ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. ત્યારે આના કારણે કચ્છના નલિયામાં પારો ગગડી શકે છે. અંબાલાલ પટેલના વધુ જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા નહિવત છે. પરંતુ સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી કલાકો માટે વરસાદની આગાહી કરી છે.