તપગચ્છ જૈન સંઘના કચ્છી જૈનાચાર્ય પૂર્ણચંદ્રસુરીશ્વરજી મ.સાએ 101 પુસ્તકો લખીને કચ્છનું ગૌરવ વધાર્યું કચ્છના જૈન અગ્રણી દિનેશભાઈ શાહને જૈનાચાર્યે મુંબઈમાં ચાર પુસ્તકો અર્પણ કરીને આશીર્વાદ પાઠવ્યા.
તપગચ્છ જૈન સંઘના કચ્છી જૈનાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પૂર્ણચંદ્રસુરીશ્વરજી મ.સા.એ અત્યાર સુધી 101 પુસ્તકો લખીને કચ્છનું ગૌરવ વધારેલ છે. પરમ પૂજ્ય આધ્યાત્મ યોગી આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપૂર્ણસુરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન, પ્રવચન પ્રભાવક અને લેખક, આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પૂર્ણચંદ્રસુરીશ્વરજી મ.સા. (મૂળ વતન માધાપર (તા. ભુજ) ચાલુ વર્ષે બોરીવલી (મુંબઈ)માં ચાતુર્માસ ગાળી રહ્યા છે.
પરમ પૂજ્ય પૂર્ણચંદ્રસુરીશ્વરજી મ.સા એ છેલ્લા ત્રણ વર્ષમાં 55 પુસ્તકો લખ્યા છે. આ અગાઉ તેમણે 46 પુસ્તકો લખ્યા છે. આમ તેમણે અત્યાર સુધી 101 પુસ્તકો લખીને કચ્છ જિલ્લાનું ગૌરવ વધારેલ હોવાનું રાજ્ય/ રાષ્ટ્રીય/ સમાજ રત્ન એવોર્ડ વિજેતા માંડવીના સામાજિક અગ્રણી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
ડગાળા (તા. ભુજ) ના તપસ્વી સાધ્વીજી ભગવંત અક્ષયચંદ્રાશ્રીજી મ.સા. ની ૧૦૦મી આયંબિલ તપની ઓળીના પારણા પ્રસંગે પરમ પૂજ્ય પૂર્ણચંદ્રસુરીશ્વરજી મ.સા. નિશ્રામાં પ્રદાન કરવા બોરીવલી (મુંબઈ)થી દાદર (મુંબઈ) નુતન આરાધના ભવન સંઘર્ષ પધારેલ હતા. ત્યારે માંડવીના જૈન અગ્રણી દિનેશભાઈ મણિલાલ શાહને તેમણે લખેલ ૪ પુસ્તકો અનુક્રમે રાગનો ત્યાગ, સંપત્તિ કે સન્મતિ?, નો સિસ્ટમ અને સ્નેહની સફર અર્પણ કરીને આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે ભરતભાઈ દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા) અને દિનેશભાઈ શાહના ભાઈ વર્ધમાન મણિલાલ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.