ડીસેમ્બર 2020માં ઓલ-ટાઈમ હાઈ GST કલેક્શન, આંકડો 1.15 લાખ કરોડને વટાવી ગયો.

દેશની અર્થવ્યવસ્થા હવે પાટા પર પરત ફરી છે. જ્યારથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) વ્યવસ્થા લાગુ થઈ છે, ત્યારથી અત્યાર સુધીમાં ડિસેમ્બર 2020માં સૌથી વધુ GSTનું કલેક્શન થયું છે. ડિસેમ્બરમાં ભારત સરકારને 1,15,174 કરોડ રૂપિયા GST પ્રાપ્ત થયો છે. આ એક મહીનામાં અત્યાર સુધીમાં થયેલું સૌથી વધુ GST કલેક્શન છે. આ પહેલા સરકારને એપ્રિલ 2019માં સૌથી વધુ 113866 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા થયા હતા. કેન્દ્રીય નાણાં મંત્રાલયે જણાવ્યું કે સામાન્ય રીતે એપ્રિલમાં સરકારને વધુ GST મળે છે. કારણ કે તેમાં માર્ચનું રિટર્ન સામેલ છે. જોકે ડિસેમ્બરમા આટલું GST રિટર્ન મળવું તે એ દર્શાવે છે કે દેશની અર્થવ્યવસ્થા પાટા પર પરત ફરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *