જેજેસી લેડીઝ વિગ-માંડવી દ્વારા શાળા પ્રવેશોત્સવમાં બાળકો ને પ્રોત્સાહિત કરાયા

જેજેસી લેડીઝ વિગ-માંડવી દ્વારા શાળા પ્રવેશોત્સવમાં બાળકો ને પ્રોત્સાહિત કરાયા

જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિગ માંડવીના માધ્યમથી વર્ષ ૨૦૨૪મા શ્રી દરબારી પ્રાથમિક સરકારી શાળા- નવાપુરા અને શ્રી ઈબ્રાહિમ પબાણી પ્રાથમિક સરકારી શાળા માં ૧લા ધોરણ માં પ્રવેશ મેળવતા બાળકોને દાતાશ્રી ડો.કિજલબેન કૌશિકભાઈ શાહ(ઈનર વ્હીલ ક્લબ – માંડવી) તરફથી શૈક્ષણિક કિટ આપવામાં આવી. તથા અન્ય બાળકો ને નોટબુક અને બોલપેન દાતાશ્રી ભારતીબેન સંઘવી અને ડોક્ટર પારૂલબેન ગોગરી તરફથી આપી ને લગભગ ૨૫ જેટલા બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ સાથે શ્રી રતનશી મુળજી પ્રાથમિક સરકારી શાળા માં વાર્ષિક ૧૦૦% હાજરી ધરાવતી સાત બાળાઓ ને ડો.પારૂલબેન તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું.આ સેવાકીય કાર્ય માં ત્રણેય શાળા ના આચાર્યશ્રી ઓ નિલમબેન ગોહિલ,કમલબેન કુડીયા અને બલવંતસિંહ ભાઈ ઝાલા તથા શાળા પરિવાર નો ખુબ જ સાથ અને સહકાર મળ્યો.આ બન્ને પ્રોજેક્ટ માં પ્રમુખ ગીતાબેન વોરા, ઉપપ્રમુખ રજ્જુબેન શાહ,મંત્રી ભારતીબેન સંઘવી, મંત્રી ડોક્ટર પારૂલબેન ગોગરી, ખજાનચી લીનાબેન શાહ,કા.સ. ચંદ્રિકાબેન સંઘવી,કા.સ. ધન્વન્તીબેન છેડા એ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *