જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરી

આજ રોજ ગાંધીનગર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્રારા વિશ્વ તમાકુ નિષેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી નિમિત્તે કચેરીના સ્ટાફ પરિવાર દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે હું ક્યારેય તમાકુ નું સેવન નહિ કરું અને સમાજ ના તામમ લોકોને તમાકુનું સેવન ન કરવા સમજ અને આપણા સમાજને તમાકુ મુક્ત સમાજ બનાવીશ.
આ કાર્યક્રમ જિલ્લા ક્ષય અધિકારી ડૉ. દિપક પટેલ ની અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ડો. એમ.જે બ્રહ્મભટ્ટ, અને તમામ કર્મચારીઓએ ભાગ લઈને તમાકુનું સેવન ન કરવાના શપથ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *