જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે માંડવીની પ્રાથમિક શાળામાં જી-20 અંતગૅત ચિત્ર અને વાર્તા સ્પર્ધા યોજાઈ બંને સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામો અપાયા
જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે, માંડવીમાં બંદર રોડ પર આવેલી ખલ્ફાનભાઇ દામાણી પ્રાથમિક શાળામાં તાજેતરમાં જી-20 અંતર્ગત ચિત્ર અને વાર્તા સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના પ્રમુખ પરેશભાઈ સોની ના ઉપક્રમે, યોજાયેલા આ કાર્યક્રમમાં યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ ત્રિવેદી અને ફેડરેશન ઓફિસર હર્ષિકાબેન ગોર મુખ્ય મહેમાન તરીકે જ્યારે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ અને જાયન્ટ્સ ગ્રુપના સ્થાપક પ્રમુખ દિલીપભાઈ મહેતા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
યજમાન શાળાના એચ. ટાટ. આચાર્ય વસંતભાઈ કોચરાએ સ્વાગત પ્રવચનમાં જાયન્ટ્સ પરિવારના હોદ્દેદારો અને સભ્યોને આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના ઉપપ્રમુખ હિંમતસિંહ જાડેજા અને બળવંતસિંહ ઝાલા, ખજાનચી યોગેશભાઈ ભટ્ટ, પૂર્વ પ્રમુખ એડવોકેટ દીપકભાઈ સોની, જીતુભાઈ સોની, પિયુષભાઈ પંચાલ, પ્રવીણભાઈ પરમાર, દિલીપભાઈ જૈન, જીતુભાઈ સચદે તેમજ સાહેલી ગ્રુપના પ્રમુખ રાજેશ્વરી બેન સાધુ અને મંત્રી રજનીબા જાડેજા ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા.
G-20 અંતર્ગત ધોરણ 1 થી 5 માટે યોજાયેલી વાર્તા સ્પર્ધામાં હજામ મોહંમદઐયાન અલ્તાફ પ્રથમ નંબરે,કુંભાર તમન્ના મોહમ્મદ હુસેન બીજા નંબરે અને ચાનિયા રજીયા હુસેન ત્રીજા નંબરે વિજેતા થયા હતા.
જી-20 અંતર્ગત ધોરણ ૬ થી ૮ માટે યોજાયેલી ચિત્ર સ્પર્ધા ઘાંચી માહીદા જુસબ પ્રથમ નંબરે, ખલીફા અફરોજ અલ્તાફ બીજા નંબરે અને ચાનિયા રજીયા હુસેન ત્રીજા નંબરે વિજેતા થયા હતા.
બંને સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરીને પુરસ્કૃત કરાયા હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા દતાબેન શાહે કરેલ હતું જ્યારે શિક્ષિકા ઉષાબેન સોલંકી આભાર વિધિ કરી હતી.